ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 54.71 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 59,059.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 18.90 પોઈન્ટ (0.11 ટકા)ની મજબૂતી સાથે 17,580.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો
આજે સામાન્ય ઉછાળા સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ 54 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Sep 22, 2021, 9:40 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે
  • સેન્સેક્સ (Sensex) 54.71 તો નિફ્ટીમાં 18.90 પોઈન્ટનો ઉછાળો આ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. તેમ છતાં સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 54.71 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 59,059.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 18.90 પોઈન્ટ (0.11 ટકા)ની મજબૂતી સાથે 17,580.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-કન્ટેનરના ભાવમાં વધારાને લઇ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ વૃદ્ધિના કારણે સમસ્યા સર્જાઈ છેઃ કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ

આજે આ સ્ટોક્સમાં રોકાણ કરવાથી થઈ શકે છે ફાયદો

આજે દિવસભર શોભા (Shobha), પ્રેસ્ટિજ એસ્ટેટ (Prestige Estate), ઓબેરોય રિયાલિટી (Oberoi Realty), સૂર્યો રોશની (Surya Roshni), ટોરેન્ટ પાવર (Torent Power), અરવિંદ સ્માર્ટસ્પેસીઝ (Arvind Smartspaces), વેલ્સપન એન્ટરપ્રાઈઝીસ (Welspun Enterprises), રૂટ મોબાઈલ (Route Mobile) જેવા સ્ટોક્સ પર રોકાણ કરવાથી જોરદાર ફાયદો થશે.

આ પણ વાંચો-પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે ખુલશે

મોટા ભાગના એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 32 પોઈન્ટના ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ્સ ટાઈમ્સમાં 0.49 ટકાનો ઘટાડો થયો છે. તો નિક્કેઈ 0.58 ટકા તૂટીને 29,665.42ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 2.12 ટકાના ઘટાડા સાથે 16,910.67ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.68 ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે આજે દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજાર બંધ રહેશે.

ABOUT THE AUTHOR

...view details