સેન્સેક્સ 273.72નો વધારો, નિફ્ટીમાં પણ તેજી
મુંબઈ: દેશના શેર બજાર સોમવારે મજબૂતીની સાથે ખુલ્યા છે. સેન્સેક્સ 273.72 અંકની તેજી સાથે 39,009.95 પર જ્યારે નિફ્ટી 62.25 અંકની વધારા સાથે 11,614.75 પર ખુલ્યા છે.
ફાઈલ ફોટો
શરૂઆતના કારોબાર મુજબ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના 30 શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ 65.96ની તેજી સાથે 38,832.19 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) 50 શેર પર આધારિત સંવેદી ઈન્ડેક્સ નિફ્ટી પણ આ સમય 17.55 અંકના વધારાની સાથે 11,570.05 પર ખુલ્યો હતો.