અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 1,199.48 પોઈન્ટ (2.19 ટકા)ના વધારા સાથે 55,846.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 323.20 પોઈન્ટ (1.98 ટકા)ની મજબૂતી સાથે 16,666.55ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-ભાવિક-અશ્રિર ભાગીદારી કેસમાં હસ્તાક્ષરથી દૂર રહેશે ભારતપે બોર્ડ
વૈશ્વિક બજારની (World Stock Market) સ્થિતિ
આ તમામની વચ્ચે એશિયન બજારમાં (Asian Market) ઉછાળા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 286.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 3.84 ટકાના વધારા સાથે 25,667.85ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.79 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 2.59 ટકાના ઉછાળા સાથે 17,456.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 1.72 ટકાના વધારા સાથે 20.982.32ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો કોસ્પીમાં 2.04 ટકાની તેજી જોવા મળી રહી છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 1.87 ટકાના વધારા સાથે 3,317.41ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.
આ પણ વાંચો-રશિયા-યુક્રેનના યુદ્ધે રૂપિયાને લીધો ભરડામાં, ડોલરે માર્યો કૂદકો
આ સ્ટોકમાં રોકાણ કરશો તો થશે ફાયદો
ફોર્ટિસ હેલ્થકેર (Fortis Healthcare), એચસીએલ ટેકનોલોજિસ (HCL Technologies), અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements) જેવા શેરમાં રોકાણ કરશો તો તમને ફાયદો થશે.