ગુજરાત

gujarat

ETV Bharat / business

Share Market India: ત્રીજા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 304.48 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 69.85 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: ત્રીજા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો
Share Market India: ત્રીજા દિવસે રોકાણકારો થયા નિરાશ, સેન્સેક્સ 304 પોઈન્ટ તૂટ્યો

By

Published : Mar 23, 2022, 3:45 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે)ભારતીય શેરબજાર (Share Market India) નબળાઈ સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Sensex) 304.48 પોઈન્ટ (0.53 ટકા)ના ઘટાડા સાથે 57,684.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 69.85 પોઈન્ટ (0.40 ટકા)ના ઘટાડા સાથે 17,245.65ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Ukraine Russia invasion : રશિયા યુક્રેન યુદ્ધથી વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મંદીનો ખતરો, વિશ્વભરમાં વધશે મોંઘવારી

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર -આજે દિવસભર ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.51 ટકા, હિન્દલ્કો (Hindalco) 2.50 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 2.04 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 1.98 ટકા, યુપીએલ (UPL) 1.77 ટકા ઉંચકાયા છે. જ્યારે કોટક મહિન્દ્રા (Kotak Mahindra) -2.61 ટકા, એચડીએફસી (HDFC) -2.42 ટકા, બ્રિટેનિયા (Britannia) -2.07 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -1.87 ટકા, સન ફાર્મા (Sun Pharma) -1.77 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Planning for New Financial Year: નવા નાણાકીય વર્ષ માટે કઈ રીતે આયોજન શરૂ કરવું, જાણો

કૃષ્ણા ડિફેન્સનો IPO આવતીકાલે ખૂલશે -કૃષ્ણા ડિફેન્સનો 11.89 કરોડ રૂપિયાનો IPO 25 માર્ચે ખૂલશે. જ્યારે 29 માર્ચે બંધ થશે. આ IPO ઈશ્યુમાં 30,48,000 ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યુ હશે. કંપની IPOથી એકઠું થનારા ભંડોળનો ઉપયોગ પોતાની વર્કિંગ કેપિટલ જરૂરિયાતોને પૂર્ણ કરવા, કંપનીના સામાન્ય કામકાજ અને તે ઈશ્યુ સાથે જોડાયેલા ખર્ચને પૂર્ણ કરવામાં કરાશે. કૃષ્ણા ડિફેન્સના શેર NSE SME એક્સચેન્જનો પર લિસ્ટ હશે. તેનું લિસ્ટિંગ 6 એપ્રિલે થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details