ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે આજે ઘટાડા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો - ઈમર્જિંગ માર્કેટ્સ

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) શેર બજાર (Share Market) ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 300.17 પોઈન્ટ (0.54 ટકા)ના ઘટાડા સાથે 55,329.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 118.35 પોઈન્ટ (0.71 ટકા) તૂટીને 16,450.50ના સ્તર પર બંધ થયો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે ઘટાડા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો
સપ્તાહના છેલ્લા દિવસે આજે ઘટાડા સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 300 પોઈન્ટ તૂટ્યો

By

Published : Aug 20, 2021, 4:50 PM IST

  • સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારનું (Share Market) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને ઘટાડા સાથે થયું
  • સપ્તાહના છેલ્લા દિવસે આજે લાલ નિશાન પર બંધ થયું શેર બજાર (Share Market)
  • સેન્સેક્સ (Sensex) 300.17 તો નિફ્ટી (Nifty) 118.35 પોઈન્ટ તૂટીને બંધ થયો

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે શેર બજારની (Share Market) નબળી શરૂઆત થઈ હતી. ત્યારે આજે શેર બજાર (Share Market) ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયું હતું. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 300.17 પોઈન્ટ (0.54 ટકા)ના ઘટાડા સાથે 55,329.32ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 118.35 પોઈન્ટ (0.71 ટકા) તૂટીને 16,450.50ના સ્તર પર બંધ થયો છે. આજના વેપારમાં મિડ અને સ્મોલકેપ શેર્સમાં પ વેચવાલીનું દબાણ રહ્યું છે અને વેપારના અંતમાં બીએસઈની (BSE) મિડ કેપ ઈન્ડેક્સ 1.91 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.83 ટકા તૂટીને બંધ થયો હતો.

આ પણ વાંચો-આજે સતત ત્રીજા દિવસે ડીઝલની કિંમત 20 પૈસા ઘટી, પેટ્રોલની કિંમત આજે 34મા દિવસે પણ સ્થિર

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા (Top Losers) શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની વાત કરીએ તો, એચયુએલ (HUL) 5.36 ટકા, બ્રિટેનિયા (Britannia) 4.71 ટકા, અશિયન પેઈન્ટ્સ (Asian Paints) 3.71 ટકા, નેસલે (Nestle) 3.49 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 1.79 ટકા ઉંચકાયા છે. તો સૌથી વધુ ગગડેલા શેર્સની વાત કરીએ તો, ટાટા સ્ટિલ (Tata Steel) -8.32 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 7.17 ટકા, હિન્દલકો (Hindalco) -5.46 ટકા, યુપીએલ (UPL) -4.45 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) - 3.49 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો

શેર બજાર અંગે નિષ્ણાતનું શું માનવું છે? જુઓ

તો આ સપ્તાહની શેર બજારની ઉથલપાથલ અંગે ઈટીવી ભારતે વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર (Wealthstreet co-founder) રાકેશ લાહોટી સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચીન જેવા દેશોમાંથી એફઆઈઆઈ રોકાણ (FII Investment) બહાર કાઢીને ભારતીય બજારમાં રોકશે. આની પાછળ ઈમર્જિંગ માર્કેટ્સમાં (Emerging Markets) ભારતનું વેઈટેજ વધશે. હાલમાં જાપાન સિવાય એશિયન બજારોમાં (Asian Market) ચીન લગભગ 30 ટકાનું વેઈટેજ ધરાવે છે. જ્યારે ભારત 9 ટકાનું વેઈટેજ ધરાવે છે. આમ, ચીન ખાતેથી આંશિક એક્ઝિટ પણ ભારતીય બજારમાં નોંધપાત્ર લિક્વિડિટી લાવી શકે છે. બજારમાં ઘટાડે ખરીદીનો વ્યૂહ અપનાવવાની સલાહ છે. ખાસ કરીને મેટલ, સુગર અને ટેક્સટાઈલ્સમાં ક્વોલિટી શેર્સ ખરીદવા જોઈએ. મેટલમાં નવેસરથી બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને આગામી સમયગાળામાં તેઓ વધઘટ સારો દેખાવ જાળવી રાખશે. ફાર્મામાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે અને તેથી થોડો સમય નવી ખરીદીથી દૂર રહેવું. આઈટીમાં વેલ્યૂએશન મોંઘા બન્યાં છે. જોકે, મીડ-કેપ સેગમેન્ટમાં હજુ પણ કેટલાંક કાઉન્ટર્સ આકર્ષક જણાય રહ્યાં છે. અભ્યાસપૂર્વક ખરીદી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details