ગુજરાત

gujarat

ETV Bharat / business

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 206 અને નિફ્ટી 57 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારમાં (Indian Share Market) અંતે નિરાશા જોવા મળી છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 206.93 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 61,143.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 57.45 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 18,210.95ના સ્તર પર બંધ થયો છે.

મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 206 અને નિફ્ટી 57 પોઈન્ટ ગગડ્યો
મજબૂતી સાથે શરૂ થયેલું Share Market આજે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 206 અને નિફ્ટી 57 પોઈન્ટ ગગડ્યો

By

Published : Oct 27, 2021, 5:41 PM IST

  • સપ્તાહના ત્રીજા દિવસના અંતે શેર બજારમાં નિરાશા
  • મજબૂતી સાથે શરૂ થયેલું શેર બજાર ઘટાડા સાથે બંધ થયું
  • સેન્સેક્સ 206.93 તો નિફ્ટી 57.45 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારમાં (Indian Share Market) નિરાશા જોવા મળી હતી. કારણ કે, શેર બજાર (Share Market) ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, આજે શેર બજારની શરૂઆત મજબૂત રહી હતી, પરંતુ દિવસભરની ઉથલપાથલ પછી શેર બજાર છેલ્લે સુધી મજબૂતી ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 206.93 પોઈન્ટ (0.34 ટકા)ના ઘટાડા સાથે 61,143.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 57.45 પોઈન્ટ (0.31 ટકા)ના ઘટાડા સાથે 18,210.95ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-વર્તમાન ત્રિમાસિકગાળામાં દેશમાં જોબ માર્કેટમાં સુધારો, હાયરિંગ એક્ટિવિટીમાં તેજી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers Shares) વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 4.20 ટકા, યુપીએલ (UPL) 3.96 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.60 ટકા, કિપ્લા (Cipla) 1.65 ટકા, ઈન્ફોસિસ (Infosys) 1.48 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers Shares) વાત કરીએ તો, એક્સિસ બેન્ક (Axis Bank) -6.46 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) -4.75 ટકા, ઓએનજીસી (ONGC) -3.19 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) -2.11 ટકા , બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.86 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Mahindra XUV 700 SUV ની ધમાકેદાર એન્ટ્રી

દિવાળી સુધી આ શેર્સમાં રોકાણ કરશો તો મળશે ફાયદો

દિવાળી સુધીમાં યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits), રિલાયન્સ ઈન્ડ (Reliance Ind), ગ્રેસીમ (Grasim), એનટીપીસી (NTPC), ભારતી એરટેલ (Bharti Airtel) જેવા શેર્સમાં રોકાણ કરશો તો મોટું વળતર મળશે.

સેન્સેક્સઃ-206.93

ખૂલ્યોઃ 61,499.70

બંધઃ 61,143.33

હાઈઃ 61,576.85

લોઃ 60,989.39

NSE નિફ્ટીઃ -57.45

ખૂલ્યોઃ 18,295.85

બંધઃ 18,210.95

હાઈઃ 18,342.05

ABOUT THE AUTHOR

...view details