ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારનું ક્લોઝિંગ નબળું રહ્યું, સેન્સેક્સમાં 983 પોઈન્ટનો ઘટાડો - બોમ્બે સ્ટોક એક્સચેન્જ

સપ્તાહના છેલ્લા દિવસે અને મહિનાના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય શેર બજાર શરૂ પણ ઘટાડા સાથે થયું હતું અને બંધ પણ ઘટાડા સાથે થયું હતું. શુક્રવારે શેર બજારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 983 પોઈન્ટ ગગડીને 48,782.36ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 264 પોઈન્ટ ઘટીને 14,631ના સ્તર પર બંધ થયો હતો.

સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારનું ક્લોઝિંગ નબળું રહ્યું, સેન્સેક્સમાં 983 પોઈન્ટનો ઘટાડો
સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારનું ક્લોઝિંગ નબળું રહ્યું, સેન્સેક્સમાં 983 પોઈન્ટનો ઘટાડો

By

Published : Apr 30, 2021, 4:08 PM IST

  • સપ્તાહનો છેલ્લો દિવસ શેર બજાર માટે રહ્યો ભારે
  • શેર બજારનું ઓપનિંગ અને ક્લોઝિંગ બંને રહ્યું નબળું
  • સેન્સેક્સમાં 983 તો નિફ્ટીમાં 264 પોઈન્ટનો ઘટાડો

અમદાવાદઃ સપ્તાહનો અને મહિનાનો છેલ્લો દિવસ ભારતીય શેર બજાર માટે ખરાબ રહ્યો હતો. કારણ કે, શુક્રવારે શેર બજાર શરૂ પણ ઘટાડા સાથે થયું અને બંધ પણ ઘટાડા સાથે થયું હતું. શુક્રવારે ઓટો અને બેન્કિંગ શેરોમાં સેલિંગ જોવા મળ્યું હતું. જ્યારે IT અને રિયલ્ટી શેરો પર પણ દબાણ જોવા મળ્યું હતું. તો બીજી તરફ તેલ-ગેસ શેરોમાં પણ બાયિંગ જોવા મળ્યું હતું. આ સાથે જ મેટલ અને ફાર્મામાં પણ થોડું થોડું બાયિંગ જોવા મળ્યું હતું. શુક્રવારે સેન્સેક્સ 983 પોઈન્ટ ગગડીને 48,782.36ના સ્તર પર બંધ થયો હતો. તો નિફ્ટી 264 પોઈન્ટ ઘટીને 14,631ના સ્તર પર બંધ થયો હતો.

આ પણ વાંચોઃપેટીએમ 1 મે બાદ 21,000 ઓક્સિજન કોન્ટ્રેટર્સ દેશમાં ઉપલબ્ધ કરાવશે

રિલાયન્સ કંપનીની આવક 23 ટકા વધી

દેશની દિગ્ગજ કંપની રિલાયન્સ આજે પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે. એક અંદાજ પ્રમાણે ક્વાર્ટરના આધારે કંપનીની રેવન્યૂમાં 23 ટકા અને નફામાં 13 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. તો બીજી તરફ દેશભરમાં કોરોના વાઈરસની બીજી લહેર ચાલી રહી છે, જેની અનેક કંપનીઓના રેવન્યુ પર અસર થઈ શકે છે.

આ પણ વાંચોઃએપ્રિલમાં શહેરોમાં ગ્રાહકોનો વિશ્વાસ ઘટ્યો : સર્વે

14 સ્ટોક્સમાંથી સારું રિટર્ન મળશે

એક અંદાજ પ્રમાણે એક્સપર્ટ્સે લાંબાગાળામાં સારા રિટર્ન માટે 14 સ્ટોક્સને પસંદ કર્યા છે. રોકાણકારોને JSW Energy, Jubilant Ingrevia, CESC, Tata Consumer, Aarti Drugs, Dr Reddy Laboratories, Dr Lal Path Labs, HULના સ્ટોક્સ પર સારું રિટર્ન મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details