- વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
- સપ્તાહના બીજો દિવસ મંગળવાર શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો
- સેન્સેક્સ (Sensex) 271.60 તો નિફ્ટી (Nifty) 59.80 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજો દિવસ મંગળવાર શેર બજાર (Share Market) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે શેર બજાર (Share Market) નવી જ ઉંચાઈ સાથે શરૂ થયું છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 271.60 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 62,037.19ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 59.80 પોઈન્ટ (0.32 ટકા)ની મજબૂતી સાથે 18,536.85ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે
આજે દિવસભર ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (Indian Energy Exchange), ટીટીકે પ્રેસ્ટિજ (TTK Prestige), એચજી ઈન્ફ્રા એન્જિનિયરિંગ (HG Infra Engineering), સ્માર્ટલિન્ક હોલ્ડિંગ્સ (Smartlink Holdings), રેસ્ટોરાં શેર્સ (Restaurant Shares), ટાટા કોફી (Tata Coffee) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.