નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના વાર્ષિક અહેવાલ મુજબ તેણે ગોલ્ડ મુદ્રીકરણ યોજના (ગોલ્ડ મોનેટાઇઝેશનસ્કીમ -જીએમએસ) હેઠળ 13,212 કિલો ઘરેલું અને સંસ્થાકીય સોનું એકત્ર કર્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બેન્કે 2019-20માં જીએમએસ હેઠળ 3,973 કિલો સોનું એકત્ર કર્યું હતું. સરકારે આ યોજના સામાન્ય લોકો અને ટ્રસ્ટ પાસે રાખેલા સોનાનો ઉપયોગ કરવા માટે આ યોજનાની શરૂઆત કરી હતી.
SBIએ અહેવાલમાં જણાવ્યું છે કે, "નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન બેન્કે 3,973 કિલો સોનું એકત્ર કર્યું હતું, જે સાથે અત્યાર સુધીમાં કુલ 13,212 કિલો સોનું એકત્ર કરવામાં આવ્યું છે."