ગુજરાત

gujarat

ETV Bharat / business

રેપોરેટમાં કોઈ બદલાવ નહીં, આગામી સમયમાં GDP ગ્રોથ વધવાની આશાઃ શક્તિકાંત દાસ - આરબીઆઈ ગવર્નર

છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાંથી આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે આ વખતે એમસીપીના રેપો દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Shaktikanta Das
Shaktikanta Das

By

Published : Oct 9, 2020, 11:18 AM IST

મુંબઈઃ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાંથી આજે એક જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે આ વખતે એમસીપીના રેપો દરમાં કોઈ પણ ફેરફાર ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અગાઉ ઓગસ્ટમાં યોજાયેલી એમપીસીની 24 મી મીટિંગમાં આરબીઆઇએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. હાલમાં તે ચાર ટકા છે અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા સ્થિર રાખવામાં આવ્યો છે. જો મીટિંગમાં રેપો રેટ ઘટાડવામાં આવશે તો ગ્રાહકોને EMI માં રાહત મળશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસની પત્રકાર પરિષદના મુખ્ય અંશો

  • રેપોરેટ 4 ટકા સાથે સ્થિર રાખવામાં આવ્યો છે
  • આરબીઆઈના આર્થિક વૃદ્ધિને સમર્થન આપવા માટે ઉદાર વલણ અપનાવવામાં આવશે
  • કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડાઈમાં ભારતીય અર્થવ્યવસ્થા નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી રહી છે
  • પ્રથમ ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં ઘટાડો પાછળ છોડી દેવામાં આવ્યો છે, પરિસ્થિતિમાં સુધારો થવાના સંકેતો છે
  • અંકુશ લગાવા કરતાં અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
  • ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં ફુગાવાના નિર્ધારિત લક્ષ્યમાં આવવાનો અંદાજ

આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતામાં યોજાયેલી એમપીસીને 31 માર્ચ 2021 સુધી વાર્ષિક મોંધવારી દરને 4 ટકા સ્થિર રાખવાનું કામ આપવામાં આવ્યું છે. આ દર મહતમ 6 ટકા અને ન્યુનતમ 2 ટકા સુધી જઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details