- RBIના નિર્દેશોનું SBIએ નહોતું કર્યું પાલન
- રિઝર્વ બંકે SBIને 1 કરોડનો દંડ ફટકાર્યો
- RBIના નિર્દેશોનું પાલન ન કરવાના આરોપની પુષ્ટિ
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank Of India)ભારતીય સ્ટેટ બેંક (State Bank) પર એક કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંકે ( છેતરપિંડી વર્ગીકરણ અને વાણિજ્યિક બેંકો અને પસંદગીની નાણાકીય સંસ્થાઓ દ્વારા રિપોર્ટિંગ) નિર્દેશ 2016માં સૂચિત છેતરપિંડી વર્ગીકરણ અને અહેવાલમાં સમાવિષ્ટ નિર્દેશોનું પાલન ન કરવા બદલ આ નાણાકીય દંડ ફટકાર્યો છે. RBIના ઉપરોક્ત નિર્દેશોનું પાલન ન કરવાના આરોપની પુષ્ટિ થઈ હતી.
રિપોર્ટ ન કરવાના બેંકના ઇરાદાને કારણે આ કાર્યવાહી
આ દંડ RBIમાં રહેલી સત્તાનો ઉપયોગ કરીને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 47A(1)(c)ની સાથે કલમ 46 (4) (i) અને 51(1)ની જોગવાઈઓ હેઠળ લાદવામાં આવ્યો છે. આ કાર્યવાહી નિયમનકારી પાલનમાં ખામીઓ અને બેંક દ્વારા પોતાના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઈપણ લેવડ-દેવડ અથવા કરારની માન્યતા અંગે રિપોર્ટ ન કરવાના બેંકના ઇરાદાને કારણે આ કાર્યવાહી લાદવામાં આવી છે.