એક કરોડ રૂપિયાથી વધુ બિઝનેસ કરનારી કંપની અથવા તો અનુમાનના આધાર પર બે કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરનારી કંપનીઓ અને 50 લાખથી વધુ ગ્રોસ રેસિપ્ટ્સ મેળવનાર પ્રોફેશનલને પોતાના એકાઉન્ટનો ઓડિટ રિપોર્ટની જરૂરિયાત હતી. આ કંપનીઓ પોતાનો રિપોર્ટ 30 સપ્ટેમ્બર સુધી જમા કરવાનો રહેશે અથવા ટેક્સ પેયર ટ્રાન્સફર પ્રાઈસિંગ પ્રોવિઝનના ઝોનમાં આવે તો તેની અંતિમ તારીખ 30 નવેમ્બર છે.
ટેક્સ ઓડિટમાં GST, GAAR રિપોર્ટિંગ માર્ચ, 2020 સુધી લંબાવ્યું
મુંબઈ: આવકવેરા વિભાગે ઓડિટ રિપોર્ટમાં સામેલ કરનાર GST અને ગાર(GAAR) રિપોર્ટની સમય મર્યાદા બીજી વાર વધારી દીધી છે. આવકવેરા વિભાગના કહેવા પ્રમાણે ટેક્સ ઓડિટમાં જીએસટી અને GAARને સામેલ કરવાની આખરી તારીખ 31 માર્ચ, 2020 સુધી વધારી દીધી છે. એટલે કે માર્ચ 2020 સુધી ઓડિટ રિપોર્ટમાં GST અને ગારની જાણકારી આપવાની આવશ્યકતા નથી.
ફાઇલ ફોટો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એટલે કે સીબીડીટીએ મંગળવારે આદેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે, બોર્ડે કલમ 30 C અને GST સાથે જોડાયેલી કલમ 33 અનુસાર રિપોર્ટિંગ કરવાની જરૂરિયાતને આગળ લંબાવી દીધી છે. આવકવેરા વિભાગના આદેશ પછી ટેક્સ ઓડિટ રિપોર્ટમાં GST અને ગારની માહિતી આપવાની મર્યાદા 31 માર્ચ, 2020 સુધી લંબાવી છે.