ગુજરાત

gujarat

ETV Bharat / business

ઈડીએ મની લોન્ડરીંગ કેસમાં ઝાકીર નાઇકની 50 કરોડની સંપત્તિ કરી જપ્ત

નવી દિલ્હી: મુસ્લીમ ધર્મ ગુરૂ ઝાકીર નાઇકના વિરુધ્ધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ(ઈડી) દ્વારા મની લોન્ડરીંગનો કેસ ગુરુવારના દિવસે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મની લોન્ડરીંગના કેસમાં ઇડી દ્વારા કુલ 50.46 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. વધુમાં ઝાકીર નાઇક પર કુલ 193.06 કરોડના મની લોન્ડરીંગનો આરોપ મુકવામાં આવ્યો છે. નાઇક ધરપકડથી બચવા માટે વિદેશ ભાગી ગયા હોવાનુ સામે આવ્યુ છે. જ્યારે આ તમામ પૈસા આતંકીઓ દ્વારા આપવામાં આવતા હતા.

ફાઇલ ફોટો: ઝાકીર નાઇક

By

Published : May 3, 2019, 5:25 PM IST

Updated : May 3, 2019, 6:37 PM IST

મુસ્લીમ ધર્મગુરૂ ઝાકીર નાઇકની સાથે ઇડી દ્વારા મોહમ્મદ સલમાન અને તેમના પરીવારના સભ્યોની 7.12 લાખ રૂપિયાની સંપત્તિને પણ જોડી છે. જે પૈસા આતંકી હાફિઝ મોહમ્મદ સઇદ અને અન્ય લોકો દ્વારા તેમના આપવામાં આવ્યા હતા. હાફિઝ સઇદ લશ્કર-એ-તૈયબા, જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયતના સંસ્થાપક છે. ઇડીએ 22 ડિસેમ્બર 2016માં ઝાકીર નાઇક અને અન્ય સહયોગીઓ વિરુધ્ધમાં મની લોન્ડરીંગનો કેસ દાખલ કર્યો હતો. જેમાં ઝાકીર ધરપકડથી બચવા માટે મલેશિયામાં સ્થાયી થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. જ્યારે તેમના પર આંતકીઓને ઉશ્કેરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે ઇડીએ ગત માર્ચ મહિનામાં નાઇકના સહયોગી નઝમુદ્દીન સાથકને પણ મની લોન્ડ્રીંગ મામલે નાઇકની મદદ કરવાના ગુના હેઠળ મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકામાં ગત અઠવાડિયે થયેલા આંતકી હુમલા થયો હતો. જેમાં મોદીએ મધ્યપ્રદેશમાં એક જાહેરસભામાં ઝાકીર નાઇકને આડમાં કોંગ્રેસને આડે હાથે લીધુ હતુ. મોદીએ સભામાં જણાવ્યુ હતુ કે આંતકી હુમલા બાદ શ્રીલંકા સરકારે ઝાકીર નાઇકની ચેનલ પર પ્રતિબંધ મુકી દીધો. પરંતુ ભોપાલ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ ઝાકીર નાઇકનાા દરબારમાં જઇને તેઓના વખાણ કરે છે અને વખાણ કરતા તેઓ થાકતા પણ નથી.

મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા વધુ આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસ ઝાકિર નાઇકને શાંતિદુત બતાવવાનો પ્રત્યન કરે છે. આજ ઝાકીરને કોંગ્રેસ સત્તા પર હતા ત્યારે આંતકવાદના મુદ્દા પર પોલીસકર્મીઓને સંબોધિત કરવા બોલાવ્યા હતા. શુ દેશની જનતા ઝાકીર નાઇક જેવા લોકોને મદદ કરનારને માફ કરશે ? જેવા પ્રશ્નો જાહેરસભામાં કર્યા હતા.

Last Updated : May 3, 2019, 6:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details