- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) કોઈ ફેરફાર નથી કર્યો
- મંગળવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) 15-15 પૈસાનો ઘટાડો થયો હતો
- છેલ્લા 2 દિવસોમાં બ્રેન્ટ ક્રુડ તેલની કિંમત 9 ટકા વધીને 71 ડોલર પ્રતિબેરલ નજીક પહોંચી ગઈ છે
નવી દિલ્હીઃ આજે (26 ઓગસ્ટ) સતત બીજો દિવસ છે. જ્યારે પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખવામાં આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) આજે બંનેની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો. મંગળવારે પેટ્રોલ અને ડીઝલ બંને 15-15 પૈસા સસ્તું થયું હતું. તો આ પહેલા પણ રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમત 20 પૈસા પ્રતિલિટર ઘટી હતી.
આ પણ વાંચો-ત્રણ દિવસ બાદ આજે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો
15થી વધુ રાજ્યમાં પેટ્રોલ 100ને પાર
આપને જણાવી દઈએ કે, કાચા તેલની કિંમતોમાં છેલ્લા કેટલાક દિવસોમાં સતત તેજી જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસોમાં બ્રેન્ટ ક્રુડ તેલ (Brent crude oil)ની કિંમત 9 ટકા વધીને 71 ડોલર પ્રતિબેરલ નજીક પહોંચી ગઈ છે, પરંતુ મે-જૂનમાં ભારી વધારા જોનારા તેલમાં અત્યારે કોઈ વધારો નથી કરવામાં આવ્યો. જોકે, બીજી વાત એ છે કે, દેશમાં 15થી વધુ રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર ચાલી રહ્યું છે.
આ પણ વાંચો-જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGમાં થયો ભાવ વધારો