લોકસભા ચૂંટણીના અંતિમ ચરણનું મતદાન 19 મે ના રોજ સંપન્ન થયાના પ્રથમ વખત ટ્રોલ અને ડીઝલના દરોમાં ઘટાડો થયો છે. આની પહેલા પેટ્રોલના ભાવમાં 18 મી મે જ્યારે ડીઝલના ભાવમાં 14 મે ના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ઈંડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં ક્રમશ: ધટીને 71.80, 73.86, 77.41 અને 74.53 રુપિયા પ્રતિલીટર થઈ ગયા છે. ડીઝલના ભાવ મામ ચાર મહાનગરોમાં અનુક્રમે 66.63, 68.39, 69.82 અને 70.43 રુપિયા પ્રતિલીટર થઈ ગયા છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દિલ્હી, કોલકાતા, મુંબઇ અને ચેન્નઈમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ છ પૈસાનો ઘટાડો કર્યો છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં લિટર દીઠ છ પૈસા, જ્યારે ચેન્નઈમાં તે લીટર દીઠ સાત પૈસા સસ્તું થયું છે.
આની પહેલા બુધવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ સુધારો કરવામાં આવ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વડાપ્રધાન તરીકેની બીજી ઈનિંગની શરુઆત ગુરુવારના રોજ શપથ લઈને કરશે.
લોકસભાની ચૂંટણી 2019 ના પરિણામો 23 મે પર આવ્યા હતા. જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સત્તાધારી જનતાંત્રિક ગઢબંધને પ્રચંડ બહુમતી મેળવી હતી.