ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketમાં સુસ્તી, સેન્સેક્સ 62 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 22 પોઈન્ટ ગગડ્યો

સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર માર્કેટમાં (Share Market) નબળાઈ જોવા મળી રહી છે. આજે સવારે 9.25 વાગ્યે સેન્સેક્સ (Sensex) 62 પોઈન્ટ (0.10 ટકા)ની તેજી સાથે 60,880ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 22 પોઈન્ટના ઘટાડા સાથે 18,086ની આસપાસ જોવા મળી રહ્યો છે.

સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketમાં સુસ્તી, સેન્સેક્સ 62 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 22 પોઈન્ટ ગગડ્યો
સપ્તાહના પ્રથમ દિવસે જ Share Marketમાં સુસ્તી, સેન્સેક્સ 62 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી 22 પોઈન્ટ ગગડ્યો

By

Published : Oct 25, 2021, 9:47 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) શેર માર્કેટમાં (Share Market) નબળાઈ જોવા મળી
  • સેન્સેક્સ (Sensex) 62 પોઈન્ટ ઉછળ્યો તો નિફ્ટી (Nifty) 22 પોઈન્ટ ગગડ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે આજે (સોમવારે) સપ્તાહના પ્રથમ દિવસે શેર માર્કેટમાં (Share Market) નબળાઈ જોવા મળી રહી છે. આજે સવારે 9.25 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 62 પોઈન્ટ (0.10 ટકા)ની તેજી સાથે 60,880ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 22 પોઈન્ટના ઘટાડા સાથે 18,086ની આસપાસ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-RBIએ SBIને ફટકાર્યો 1 કરોડ રુપિયાનો દંડ, છેતરપિંડીનો રિપોર્ટ ન આપવો ભારે પડ્યો

આજે આ શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank), પેટીએમ (Paytm), એમસીએક્સ (MCX), તત્ત્વચિંતન (Tatva Chintan), યસ બેન્ક (Yes Bank), ગ્લાન્ડ ફાર્મા (Gland Pharma), ટાટા એલક્સી (Tata Elxsi) જેવા શેર્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-RBIએ આઠમીવાર નીતિગત દરોમાં ન કર્યો કોઈ ફેરફાર, રેપો રેટ 4 ટકા પર યથાવત

એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, એશિયાઈ બજારમાં (Asian Market) નબળાઈ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 16 પોઈન્ટની ઉપર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ (Nikkei) 0.99 ટકાના ઘટાડા સાથે 28,520.35ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.08 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.38 ટકાની નબળાઈ સાથે 16,829.96ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સિવાય હેંગસેંગ 0.02 ટકાની નબળાઈ સાથે 26,120.54ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.16 ટકાની મજબૂતી તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.14 ટકાના વધારા સાથે 3,587.50ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details