- OLA જુલાઇમાં કરશે ઇ-સ્કૂટર લોન્ચ
- 400 શહેરોમાં 1 લાખ ચાર્જિંગ પોઇન્ટ સ્થાપશે
- ઓલાના સ્કૂટર પર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ શકે
નવી દિલ્હી: ઓલા ઇલેક્ટ્રિકે આ વર્ષે જુલાઈ સુધીમાં ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપની 'હાઈપરચાર્જર' નેટવર્ક પર કામ કરી રહી છે, જે હેઠળ દેશના 400 શહેરોમાં એક લાખ ચાર્જિંગ પોઇન્ટ બનાવવામાં આવશે.
તામિલનાડુમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી માટે 2,400 કરોડનું રોકાણ કરવાની કરી જાહેરાત
ઓલાએ ગયા વર્ષે તામિલનાડુમાં પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર ફેક્ટરી સ્થાપવા માટે 2,400 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરી પૂર્ણ થયા પછી 10,000 રોજગારની તકો પૂરી પાડશે. તે વિશ્વના સૌથી મોટા સ્કૂટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં સ્થાન મેળવશે, જેમાં વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 મિલિયન યુનિટ્સ છે.
આ પણ વાંચોઃ ફ્રાંસની ખાનગી ઓટો કંપનીએ અમદાવાદમાં પોતાનો શો-રૂમ ખોલ્યો
ફેક્ટરી શરૂ થયા પછી જુલાઈમાં વેચાણ પણ શરૂ થશેઃ ભાવિશ અગ્રવાલે