ગુજરાત

gujarat

ETV Bharat / business

આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહીં, તહેવારો દરમિયાન લોકોને થોડી રાહત - Gasoline prices

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ઉંચા ભાવ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણના ભાવ સ્થિર રહ્યા છે, જેનાથી સામાન્ય માણસને થોડી રાહત મળી છે.

petrol
આજે પેટ્રોલના ભાવમાં કોઈ વધારો નહીં, તહેવારો દરમિયાન લોકોને થોડી રાહત

By

Published : Aug 29, 2021, 12:47 PM IST

દિલ્હી: 29 ઓગસ્ટ 2021 રવિવારે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ પહેલા મંગળવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણના ભાવમાં અનુક્રમે 15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો. સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, દિલ્હીમાં રવિવારે પેટ્રોલની કિંમત 101.49 રૂપિયા હતી જ્યારે ડીઝલની કિંમત 88.92 રૂપિયા પ્રતિ લીટર હતી.

આ પણ વાંચો :24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર બીજો હુમલો થવાની શક્યતા, બાઈડેન ચેતવણી આપી

શહેર પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ
દિલ્હી ₹ 101.49 ₹ 88.92
મુંબઈ ₹ 107.52 ₹ 96.48
કોલકત્તા ₹ 101.82 ₹ 91.98
ચેન્નેઈ ₹ 99.20 ₹ 93.52
બેગ્લોર ₹ 104.98 ₹ 94.34

આ પણ વાંચો : NCBએ અભિનેતા અરમાન કોહલીની અટકાયત કરી

જ્યારે ચાર મોટા મહાનગરો (દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ) ની વાત આવે છે ત્યારે મુંબઈમાં ઈંધણના ભાવ સૌથી વધુ છે. અહીં પેટ્રોલ 107.52 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 96.48 રૂપિયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. તે જ સમયે, કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 101.82 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 91.98 રૂપિયા પ્રતિ લિટર છે. એ જ રીતે, ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે 99.20 અને 93.52 રૂપિયા પ્રતિ લિટરમાં વેચાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details