- મૃત બેન્ક કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન વધારવા કેન્દ્ર સરકારે આપી મંજૂરી
- ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનની (Indian Banking Association) જોગવાઈ અને કર્મચારી પેન્શન ફંડમાં બેન્કની ભાગીદારી વધારવાની જોગવાઈને મંજૂરી
- આ પગલાંથી બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન 30,000 રૂપિયાથી 35,000 રૂપિયા પ્રતિ પરિવાર થઈ જશે
- નવી જોગવાઈ રેટ્રસ્પિક્ટિવ્લી રૂપથી અસરથી લાગુ થશે અને તેને આ વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે
નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બેન્કિંગ ક્ષેત્રમાં લગભગ 1,25,000 કૌટુંબિક પેન્શનર્સને એક મોટી રાહત આપી છે. કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) બુધવારે એક મૃત બેન્ક કર્મચારીના કૌટુંબિક પેન્શનને તેમના દ્વારા લેવામાં આવેલા અંતિમ વેતનના 30 ટકા વધારવાની ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનની જોગવાઈને (Indian Banking Association's proposal) મંજૂરી આપી છે.
આ પણ વાંચો-National Monetization Pipeline : નાણાપ્રધાન સીતારમણે શરૂ કરી આ યોજના, આ છે હેતુ...
મુંબઈમાં નાણાકીય સેવા વિભાગના સચિવે આ નિર્ણયની જાહેરાત કરી
આ પગલાંથી બેન્કિંગ ક્ષેત્રના કર્મચારીઓનું કૌટુંબિક પેન્શન 30,000 રૂપિયાથી 35,000 રૂપિયા પ્રતિ પરિવાર થઈ જશે. જ્યારે વર્તમાનમાં મોટા ભાગનું કૌટુંબિક પેન્શન 9,000 રૂપિયાથી થોડું વધુ છે. આ નિર્ણયની જાહેરાત મુંબઈમાં નાણાકીય સેવા વિભાગના સચિવ (secretary in the department of financial services) દેબાશિષ પાંડા (Debasish Panda)એ કરી હતી. નવી જોગવાઈ રેટ્રસ્પિક્ટિવ્લી રૂપથી અસરથી લાગુ થશે અને તેને આ વર્ષે એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો-નાણાપ્રધાને બેંકના કર્મચારીના પેન્શન અંગે કહી આ વાત, થશે ફાયદો...
આ નિર્ણય સાર્વજનિક ક્ષેત્રના બેન્ક કર્મચારીઓના વેતન સંશોધન પર 11મા દ્વિદળીય સમજૂતીના ક્રમમાં છે