વિલય બાદ યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા દેશની પાચમાં નંબરની સૌથી મોટી બેંક બની જશે, તેનો વ્યાપાર 14.59 લાખ કરોડ રૂપીયાનો થશે અને તેની કુલ શાખાઓની સંખ્યા 9609 થશે.
યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કૉરપોરેશન બેંક અને આંધ્ર બેંકનું વિલય થશે - આંધ્ર બેંકને વિલયની મંજૂરી આપી
નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના કૉર્પોરેશન બેંક અને આંધ્ર બેંકનું યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિલયની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. કૉરપોરેશન બેંકે શનિવારના રોજ બીએસઇને તેની માહિતી આપી હતી.
નાણા મંત્રાલયએ યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં કૉરપોરેશન બેંક અને આંધ્ર બેંકને વિલયની મંજૂરી આપી
બેંકે કહ્યું કે નાણા મંત્રાલયની નાણાકીય સેવાના વિભાગે વૈકલ્પિક વ્યવસ્થાને કારણે કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિલય કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કૉરપોરેશન બેંકના આદેશક મંડલએ યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં વિલયના પ્રસ્તાવને 16 સપ્ટેમ્બરના રોજ થયેલ બેઠકમાં મંજૂરી મળી છે.
થોડા દિવસો પહેલા પંજાબ નેશનલ બેંક અને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયાને બીજી સરકારી બેંકો સાથે વિલય માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.