ગુજરાત

gujarat

ETV Bharat / business

માઇક્રોમેક્સે લોન્ચ કર્યા નવા એન્ડ્રોઇડ ટીવી

નવી દિલ્હી: મંગળવારે  સ્થાનિક કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ માઇક્રોમેક્સ ઇન્ફરમેટીક્સ લિમિટેડે ગૂગલ માન્યતા વાળી એન્ડ્રોઇડ ટીવીની એક નવી શ્રેણી 13,999 રુપિયાથી શરૂ કરી છે. 32 ઇંચ (80 સે.મી.), 40 ઇંચ (102 સે.મી.) અને 43 ઇંચ (109 સે.મી.) એન્ડ્રોઇડ ટીવી 16: 9 પાસ રેશિયો સાથે આવશે.

file photo

By

Published : Jul 10, 2019, 9:49 AM IST

માઇક્રોમેક્સે કહ્યું કે, ટીવી વપરાશકર્તાઓને ગૂગલની સત્તાવાર પ્લે સ્ટોર, ગેમ્સ, મૂવી અને મ્યુઝિકની ઍક્સેસ મળશે. આ એન્ડ્રોઇડ ટેલિવિઝન ક્રોમકાસ્ટ સાથે બનેલું છે, જેમાં ધ્વની સક્ષમ ગૂગલ આસિસટન્ટ પણ છે.

માઇક્રોમેક્સે તેના ઉત્પાદન પોર્ટફોલિયોને આગળ વધારતા 10,999 રૂપિયાથી શરૂ કરીને સંપૂર્ણ ઓટોમેટિક ટોપ લોડિંગ વૉશિંગ મશીન પણ લોન્ચ કર્યા છે.

માઇક્રોમેક્સ ઇન્ફરમેટીક્સના ડિરેક્ટર રોહન અગ્રવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ગૂગલ સર્ટિફાઇડ એન્ડ્રોઇડ ટીવી એવા લોકો માટે છે જે ઘણા આકર્ષક લક્ષણો સાથે જીવન મનોરંજનનો અનુભવ કરવા માંગે છે, અને આ સિવાય, સંપૂર્ણપણે ઑટોમેટિક વૉશિંગ મશીનોનો હેતુ રોજિંદા જીવનને સરળ બનાવવાનો છે. "

11 જુલાઈથી એન્ડ્રોઇડ ટીવી ઉપલબ્ધ થશે, વૉશીંગ મશીન 15 જુલાઇથી ફ્લિપકાર્ટ સાથેની ખાસ ભાગીદારી સાથે ઉપલબ્ધ થશે.

ABOUT THE AUTHOR

...view details