- સપ્તાહના સતત બીજા દિવસે શેર બજાર (Share Market) નબળાઈ સાથે બંધ થયું
- સેન્સેક્સ (Sensex) 354 પોઈન્ટ તો નિફ્ટી (Nifty) 120 પોઈન્ટ તૂટ્યો
- સતત બીજા દિવસે શેર બજારમાં (Share Market) સુસ્તી જોવા મળતા રોકાણકારોમાં નિરાશા
અમદાવાદઃ આજે સપ્તાહના સતત બીજા દિવસે શેર બજાર (Share Market)ની નબળી શરૂઆત થઈ હતી. ત્યારે બપોરે 3.30 વાગ્યે શેર બજાર લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.35 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 354.89 પોઈન્ટ (0.68 ટકા) ગગડીને 52,198.51ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 120.30 પોઈન્ટ (0.76 ટકા) તૂટીને 15,632.10ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-Gold Silver Price: સોનાના વાયદાના ભાવ એક મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચ્યા
સૌથી વધુ ગગડેલા અને ઉંચકાયેલા શેર્સ
સપ્તાહના બીજા દિવસે શેર બજારનું (Share Market) ઓપનિંગ અને ક્લોઝિંગ બંને નબળું રહ્યું હતું. ત્યારે આજે સૌથી વધુ પાંચ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, એશિયન પેઈન્ટ્સ 5.94 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.54 ટકા, એચયુએલ 1.09 ટકા, ગ્રેસીમ 0.98 ટકા, મારૂતિ સુઝુકી 0.94 ટકા ઉંચકાયા છે. તો આ તરફ સૌથી વધુ ગગડેલા પાંચ શેર્સની વાત કરીએ તો, હિન્ડલકો -3.51 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક -3.38 ટકા, ટાટા સ્ટિલ -2.61 ટકા, એનટીપીસી -2.43 ટકા, ભારતી એરટેલ -2.36 ટકા ગગડ્યો છે.
આ પણ વાંચો-હોલમાર્ક કાયદાના નવા નિયમોથી રાજકોટ સોની બજારના વેપારીઓમાં રોષ
મીડ સાઈઝ સોફ્ટવેર કંપની હેપ્પીએસ્ટ માઈન્ડ્સમાં લિસ્ટિંગ પછી સારી તેજી આવી
તો મીડ સાઈઝ સોફ્ટવેર કંપની હેપ્પીએસ્ટ માઈન્ડ્સમાં લિસ્ટિંગ પછી સારી તેજી આવી છે. આના સ્ટોકે આ વર્ષે અત્યાર સુધી ચાર ગણું રિટર્ન આપ્યું છે. જુલાઈમાં આમાં લગભગ 50 ટકાની તેજી આવી છે. આ સ્ટોકમાં હાલમાં જ 1,580 રૂપિયાની સાથે પોતાના અત્યાર સુધીનું હાઈ લેવલ જોવા મળ્યું હતું. આમાંથી ખૂબ જ ઝડપી આવવાના કારણે નિષ્ણાતોનું માનવું છે કે, આને હજી પણ વધુ ઉપર જવાની સંભાવના છે, પરંતુ શોર્ટ ટર્મમાં નીચે આવી શકે છે. રિસ્કથી બચવા માટે રોકાણકારો માટે કેટલાક પ્રોફિટ બુક કરાવવા પડશે.