એક રિપોર્ટ અનુસાર જીયોને યુ.એસ.ની બહારની સૌથી નવીનતમ ઇન્ટરનેટ કંપનીઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી છે. આ મુજબ, વિશ્વભરમાં આશરે 3.8 અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જે વિશ્વની કુલ વસ્તીના અડધાથી વધુ છે. 21 ટકા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ સાથે ચીન ટોચ પર છે.
અમેરિકામાં ફક્ત 8 ટકા ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે. વિશ્વભરમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓનો વધારો થયો છે.
Jioના પ્રમુખ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે તેઓ હાઇબ્રિડ ઑનલાઇનથી ઑફલાઇન કોમર્સ પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યા છે. જેમાં, રિલાયન્સ રિટેલના બજારને Jioના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડશે.
તમને જણાવીએ કે 5 સપ્ટેમ્બર, 2016 ના રોજ Jioએ સસ્તા ઇન્ટરનેટ પ્લાન સાથે ભારતીય બજારમાં વેપાર કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી, દેશમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યામાં વધારો થયો છે અને સ્પર્ધાને કારણે, અન્ય કંપનીઓએ તેમની ઇન્ટરનેટ યોજનાઓ પણ સસ્તી કરી છે.