મુંબઈ સ્ટોક એક્સચેન્જના 30 શેર આધારિત સેનસેક્સમાં 181.98 પોઇન્ટ એટલે કે 0.49 ટકાથી વધીને 37,575.46 અંક પર પહોંચી ગયો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર આધારિત નિફ્ટી પણ શરુઆતી તબક્કામાં 45.20 અંક એટલે કે 0.40 ટકા વધીને 11,302.30 અંક પર પહોંચી ગયો છે.
કારોબારીઓના મત મુજબ શેરમાં વધારે ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી રહી છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર અમેરિકા-ચીનની વચ્ચે વ્યાપારનો વિવાદ અને વિદેશી મૂડીની સતત નિકાસની વચ્ચે ચૂંટણીના પરિણામો પહેલા બજારમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે છે.
વૈશ્વિક સ્તર ઉપર ચીન, જાપાન અને કોરિયાના શેર બજારોમાં શરુઆતી વેપારમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો, જ્યારે અમેરિકાનો વૉલ સ્ટ્રીટ ગુરુવારે વધીને બંધ થયો છે.