ગુજરાત

gujarat

ETV Bharat / business

મજૂર કાયદા પર રાજ્યોને સ્પષ્ટ સંદેશ માટે આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનની વડાપ્રધાનને અપીલ, વાંચો અહેવાલ

10 જેટલી કેન્દ્રિય મજૂર સંગઠનોએ આઈએલઓને પત્ર લખીને તેમની શક્તિનો ઉપયોગ કરીને આ અનિશ્ચિત વાતાવરણમાં અસરકારક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. જેના જવાબમાં આઈએલઓએ મજૂર કાયદામાં ફેરફાર કરવા મામલે રાજ્યોને સ્પષ્ટ સંદેશ આપવાં જણાવ્યું છે.

labour, Etv Bharat
labour

By

Published : May 26, 2020, 12:14 AM IST

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન (આઈએલઓ) એ વિવિધ રાજ્યો દ્વારા મજૂર કાયદામાં ફેરબદલ અને સ્થગિત થવાની ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે જ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મામલે રાજ્યોને સ્પષ્ટ સંદેશ મોકલવા અને અસરકારક સામાજિક સંવાદ રાખવા જણાવ્યું છે.

14 મેના રોજ, INTUC, AITUC, CITU, AIUTUC જેવા 10 કેન્દ્રીય મજૂર સંગઠનોએ આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશનને પત્ર લખીને તેની હસ્તક્ષેપની માંગ કરી હતી.

22 મેના રોજ મોકલવામાં આવેલા તેના જવાબમાં આઇએલઓએ જણાવ્યું હતું કે, "તેઓ યુનિયન ટ્રેડ યુનિયનોને ખાતરી આપવા માંગે છે કે આઇએલઓના ડાયરેક્ટર જનરલએ આ મામલે તાત્કાલિક દખલ કરી છે. આ સંદર્ભે વડાપ્રધાન સમક્ષ ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશો અને રાજ્ય સરકારોને પણ ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓને અખંડ રાખવા માટે સ્પષ્ટ સંદેશ મોકલવા વિનંતી કરવામાં આવી છે. તેઓને અસરકારક સામાજિક સંવાદને પ્રોત્સાહન આપવા વિનંતી પણ કરવામાં આવી છે. "

યુનિયન મજૂર સંગઠનોએ રાજ્ય સરકારો દ્વારા મજૂર કાયદાઓને સ્થગિત કરવા અથવા ફેરબદલ કરવા અને આંતરરાષ્ટ્રીય મજૂર ધોરણો સામે તેમને નબળા બનાવવાના મામલે આઈએલઓના ડાયરેક્ટર જનરલને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. ભારતે આઈએલઓ સાથે અનેક સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. આ સંધિઓ દેશના હાલના કાનૂની માળખા, નિયમો અને કાનુનો અનુસાર છે.

કોઈપણ દેશ તેના કાનૂની માળખામાં ફરજિયાત જોગવાઈઓ કર્યા પછી જ આઇએલઓ સાથે સંધિ કરી શકે છે. આમ, કોઈપણ મજૂર કાયદામાં કોઈ ફેરફાર અથવા તેમને સસ્પેન્શન આ સંધિઓનું ઉલ્લંઘન કરે છે. આ સંધિઓ એ રાષ્ટ્ર તરીકે દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પણ છે.

એવામાં આ દસ કેન્દ્રીય મજૂર સંગઠનોએ સોમવારે આઇએલઓને તેમની શક્તિનો ઉપયોગ કરીને આ અનિશ્ચિત વાતાવરણમાં અસરકારક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે. જેથી ભારત સરકારને એકપક્ષી રીતે કામદારોના મૂળભૂત અધિકારને નાબૂદ કરવામાં અટકાવવામાં આવે. ઉપરાંત સામાજિક ભાગીદારી અને આઇએલઓનો ત્રિપક્ષીય સિદ્ધાંત જાળવી શકાય.

આ સાથે તેમણે આંતરરાજ્યી સ્થળાંતર કામદારો (રોજગારનું નિયમન અને સેવાની શરતો) અધિનિયમ -1979 રદ કરવાના કેન્દ્ર સરકારના વિચારની વિશેષ રૂપરેખા આપી હતી. સંગઠનોએ મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સરકારો દ્વારા ટ્રેડ યુનિયન એક્ટ -1926 ના મુલતવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details