નવી દિલ્હી : આવકવેરા વિભાગે બુધવારે કહ્યું હતું કે તે કરદાતાઓને 5 લાખ રુપિયા સુધીની પેન્ડીંગ ટેક્સની રકમ તુરંત જ પાછી આપશે. જેનાથી લગભગ 14 લાખ કરદાતાઓને લાભ થશે. સરકાર 18,000 કરોડ રૂપિયાના બાકી જીએસટી (ગુડ્ઝ અને સર્વિસીસ ટેક્સ) અને કસ્ટમ ડ્યુટીને પણ પરત આપશે જેથી બિઝનેસ યુનિટ્સને રાહત મળી શકે.
આવકવેરા વિભાગ 5 લાખ રૂપિયા સુધીના તમામ આવકવેરાનુ રીફંડ તુરંત જ કરશે
કોરોના વાઇરસને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અને વ્યવસાયિક એકમોને તાત્કાલિક રાહત આપવાના હેતુથી 5 લાખ રૂપિયા સુધીના બાકી રહેલા તમામ આવકવેરાને તાત્કાલિક પાછો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લગભગ 14 લાખ કરદાતાઓને લાભ થશે.
IT
એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "કોરોના વાઇરસથી સર્જાયેલી પરિસ્થિતિ માટે 5 લાખ સુધીના બાકી તમામ આવકવેરાના રીફંડ તાકીદે પાછા આપવામાં આવશે, જેનાથી 14 લાખ કરદાતાઓને લાભ થશે.
આ ઉપરાંત બાકી રહેલી જીએસટી અને કસ્ટમ ડ્યુટીને પરત આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.