ગુજરાત

gujarat

ETV Bharat / business

HDFC બેંકનો ચોખ્ખો નફો 23 ટકા વધ્યો, શેરદીઠ રૂ.15 ડિવિડન્ડ

ન્યૂઝ ડેસ્ક: ખાનગી ક્ષેત્રની HDFC બેંકનો નાણાકીય વર્ષ 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો 22.63 ટકા વધી રૂપિયા 5885.12 કરોડ નોંધાયો છે. વીતેલા વર્ષેના સમાન ગાળામાં બેંકનો ચોખ્ખો નફો રૂપિયા 4,799.28 કરોડ આવ્યો હતો.

By

Published : Apr 20, 2019, 6:55 PM IST

HDFC bank

HDFC બેંકની ચોખ્ખી વ્યાજની આવક 22.8 ટકા વધી રૂપિયા 13,089.50 કરોડ રહી હતી. તેમજ ચોખ્ખા વ્યાજનું માર્જિન 4.4 ટકા રહ્યું હતું, જે ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં 4.3 ટકા રહ્યું હતું. વીતેલા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં 4.4 ટકા હતું. ચોખ્ખા વ્યાજની આવક બેંક દ્વારા વ્યાજમાંથી થયેલ કમાણી અને જમા રકમ પર વ્યાજની ચુકવણીમાં અંતર હોય છે.

બેંકનું પ્રોવીઝન વધીને રૂપિયા 1,889.20 કરોડ થયું છે. જે વીતેલા વર્ષે આ જ સમાનગાળામાં રૂપિયા 1,541.10 કરોડ રહ્યું હતું

બેંકના બોર્ડની બેઠકમાં ડિરેક્ટરોએ નાણાકીય વર્ષ 2018-19માં શેરદીઠ રૂપિયા 15 ડિવિડંડ આપવાની જાહેરાત કરી છે. જે નાણાકીય વર્ષ 2017-18માં રૂપિયા 13 હતું.

ABOUT THE AUTHOR

...view details