નવી દિલ્હી: ટેલિકોમ વિભાગે ભારતી એયરટેલમાં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI 49 ટકાથી વધીને 100 ટકા કરવાની મંજૂરી આપી છે. કંપનીએ મંગળવારે શેર બજારને સંબંધિત જાણકારી આપી હતી. ભારતી એયરટેલને રિઝર્વ બેંક પાસેથી પણ કંપનીમાં વિદેશી રોકાણકારોને 74 ટકા સુધી ભાગીદારી રાખવાની મંજૂરી આપી છે.
સરકારે ભારતી એયરટેલમાં 100 ટકા FDIની આપી મંજૂરી - ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ
ટેલિકોમ વિભાગે ભારતી એયરટેલમાં 100 ટકા FDI કરવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે સંબંધિત જાણકારી કંપનીએ આપી હતી.
સરકારે ભારતીય એયરટેલમાં 100 ટકા FDIની મંજુરી આપી
શેર બજારને આપેલી સૂચના અનુસાર, 'ભારતી એયરટેલ લિમિટેડને ટેલિકોમ વિભાગે 20 જાન્યુઆરી 2020ના રોજથી વિદેશી રોકાણકારોની સંખ્યામાં વધારો કરીને કંપનીની ચૂકવેલી મુડીના 100 ટકા કરવાની મંજૂરી આપી દીધી છે. કેટલાક દિવસો પહેલા કંપનીએ 35,526 કરોડ રૂપિયા ચુકવ્યાં હતાં. જેમાં 21,682 કરોડ રૂપિયા લાઇસન્સ સ્વરૂપે અને 13,904.01 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ સ્વરૂપે ચૂકવ્યાં હતાં.