- સોનાની ખરીદી (Gold) કરવા માગતા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા
- આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) સોનાના ભાવમાં સુસ્તી જોવા મળી
- સોનું હજી પણ રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તુ ચાલી રહ્યું છે
ન્યૂઝ ડેસ્કઃ સોનામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મજબૂત ડોલરના કારણે સોનામાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. છેલ્લા 2 દિવસથી અહીં આંતરરાષ્ટ્રીય બજાર (International Market) સોનામાં સુસ્તી જોવા મળી છે. તો ઘરેલુ કિંમતમાં પણ થોડી તેજી જોવા મળી છે. સોનું હજી પણ રેકોર્ડ હાઈ 56,200થી લગભગ 9,000 સસ્તુ ચાલી રહ્યું છે. જોકે, ઓવરઓલ જોઈએ તો, સોનાએ (Gold) રિકવરી કરી છે. સોનું 45,600ને ચાર મહિનાઓના નીચલા સ્તરને અડ્યો છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે, દિવાળી સુધી સોનું ફરી 50,000 સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો-Diesel 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું, Petrolની કિંમતમાં સતત 33મા દિવસે કોઈ વધારો નહીં
સોના અને ચાંદી ફ્યૂચરમાં સારો ઘટાડો જોવા મળ્યો
આજે (ગુરૂવારે) આંતરરાષ્ટ્રીય બજારમાં ફરીથી સોના અને ચાંદી ફ્યૂચરમાં સારો ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સમયાનુસાર, સવારે 10.13 પર MCX પર સોનામાં 0.50 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 1,778.58 ડોલર પ્રતિના સ્તર પર ટ્રેડ કરી રહી હતી. તો ચાંદી પણ 1.24 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને ધાતુ 23.21 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.
આ પણ વાંચો-
IBJAના દર
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (IBJA)ના દર પર નજર કરીએ તો, છેલ્લા અપડેટ સાથે આજે સોનાની કિંમત આ રીતે છે. (આ કિંમત પ્રતિ ગ્રામ પર GST વગર છે)
999 (પ્યોરિટી)- 47,276
995- 47,087