ગુજરાત

gujarat

ETV Bharat / business

ફ્લિપકાર્ટ ક્લિયરટ્રિપ મેળવશે - Cleartrip

ફ્લિપકાર્ટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપની તેના ગ્રાહકો માટે ડિજિટલ કોમર્શિયલ ઓફરિંગ વધારવા માટે ક્લિયરટ્રીપની સંપૂર્ણ 100 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરશે.

ફ્લિપકાર્ટ ક્લિયરટ્રિપ મેળવશે
ફ્લિપકાર્ટ ક્લિયરટ્રિપ મેળવશે

By

Published : Apr 16, 2021, 8:14 AM IST

  • ફ્લિપકાર્ટ ક્લિયરટ્રીપના સંપૂર્ણ 100 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરશે
  • ગ્રાહકોની યાત્રા સરળ બનાવવા માટે ટેક્નોલોજી સોલ્યુશન્સ વિકસાવવા ફ્લિપકાર્ટ સાથે મળીને કામ કરશે
  • ક્લિયરટ્રીપ ઘણા ગ્રાહકોના પ્રવાસનો પર્યાય છે

નવી દિલ્હી: વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટે ગુરુવારે કહ્યું કે, તે ઓનલાઇન ટ્રાવેલ ટેકનોલોજી કંપની ક્લિયરટ્રીપના સંપૂર્ણ 100 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરશે.

ક્લિયરટ્રીપ એક અલગ બ્રાન્ડ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ફ્લિપકાર્ટ તેના ગ્રાહકો માટે ડિજિટલ કમર્શિયલ ઓફરિંગ વધારવા માટે ક્લિયરટ્રીપના સંપૂર્ણ 100 ટકા શેરહોલ્ડિંગ હસ્તગત કરશે. નિવેદન અનુસાર ક્લિયરટ્રીપ આ કરાર હેઠળ ફ્લિપકાર્ટ દ્વારા હસ્તગત કરવામાં આવશે. જોકે, ક્લિયરટ્રીપ એક અલગ બ્રાન્ડ તરીકે કામ કરવાનું ચાલુ રાખશે. બધા ક્લિયરટ્રીપ કર્મચારીઓને જાળવી રાખવામાં આવશે અને ગ્રાહકોની યાત્રા સરળ બનાવવા માટે ટેક્નોલોજી સોલ્યુશન્સ વિકસાવવા ફ્લિપકાર્ટ સાથે મળીને કામ કરશે.

આ પણ વાંચો:ફ્લિપકાર્ટે નવું ડિજિટલ માર્કેટ 'હોલસેલ' લોન્ચ કર્યું, વોલમાર્ટ ઇન્ડિયામાં હિસ્સો ખરીદ્યો

ફ્લિપકાર્ટ ગ્રુપ ડિજિટલ કોમર્સ દ્વારા ગ્રાહકોના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે

જોકે, ફ્લિપકાર્ટે ડીલની રકમનો ખુલાસો કર્યો નથી. ફ્લિપકાર્ટ ગ્રુપના CEO કલ્યાણ કૃષ્ણમૂર્તિએ કહ્યું, ફ્લિપકાર્ટ ગ્રુપ ડિજિટલ કોમર્સ દ્વારા ગ્રાહકોના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. ક્લિયરટ્રીપ ઘણા ગ્રાહકોના પ્રવાસનો પર્યાય છે અને જેમ કે આપણે વિવિધતા અને વૃદ્ધિના નવા ક્ષેત્રમાં વિકાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રોકાણ ગ્રાહકો માટે આપણી વ્યાપક ઓફરને મજબૂત બનાવવામાં મદદ કરશે.

આ પણ વાંચો:ફ્લિપકાર્ટ કંપનીએ UP સરકારને 50 હજાર PPE કીટનો સહયોગ કર્યો

ABOUT THE AUTHOR

...view details