- આજે સતત બીજા દિવસે ડીઝલની કિંમતમાં (Diesel Price) 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો
- આજે સતત 33મા દિવસે પેટ્રોલની કિંમતમાં (Petrol Price) કોઈ વધારો નથી થયો
- ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત બીજા દિવસે ડીઝલની કિંમત (Diesel Price)માં ઘટાડો કર્યો
ન્યૂઝ ડેસ્કઃ ડીઝલના ગ્રાહકો માટે આજે સારા સમાચાર આવ્યા છે. કારણ કે, ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ આજે સતત બીજા દિવસે ડીઝલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ પહેલા બુધવારે પણ ડીઝલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું હતું. તો આ તરફ આજે 33મા દિવસે પણ પેટ્રોલની કિંમતોમાં (Petrol Price) કોઈ ફેરફાર નથી થયો. આ પહેલા પેટ્રોલ 17 જુલાઈએ 35 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. તો ડીઝલ છેલ્લી વખત 15 જુલાઈએ 15 પૈસા પ્રતિ લિટર મોંઘું થયું હતું. ત્યારથી રિટેલ ફ્યૂઅલની કિંમત સ્થિર ચાલી રહી હતી, જેના કારણે કિંમતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો-HDFC બેન્ક નવા ક્રેડિટ કાર્ડ વેચી શકશે, RBIએ અંશતઃ પ્રતિબંધ હટાવ્યો
આ પણ વાંચો-WhatsApp Payment: ભારતમાં શરૂ થઇ વોટ્સએપ-પે સર્વિસ, મેસેજ સાથે કરી શકાશે ચૂકવણી
સરકાર કિંમત ઘટાડવાની સ્થિતિમાં નથીઃ નિર્મલા સીતારમણ
જોકે, આ સપ્તાહે પેટ્રોલ-ડીઝલની આબકારી જકાતમાં ઘટાડા અંગે કેન્દ્રિય નાણાં પ્રધાન સીતારમણને (Union Finance Minister Sitharaman) એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તો તેમણે જણાવ્યું હતું કે, સરકાર કિંમત ઘટાડવાની સ્થિતિમાં નથી. કારણ કે, તેઓ આ પહેલાની સરકારના ઓઈલ બોન્ડ્સના બોજ નીચે દબાયેલા છે.