નવી દિલ્હી: 'ઉજાલા' કાર્યક્રમ (Ujala LED Programme) હેઠળ, દેશભરમાં 36.78 કરોડથી વધુ LED લાઇટનું વિતરણ કરવામાં આવ્યું છે. આનાથી પ્રતિવર્ષ 47,778 મિલિયન kWh ઉર્જાની બચત કરી શકાય છે અને CO2 ઉત્સર્જનમાં 3.86 મિલિયન ટનનો ઘટાડો થયો છે. આ યોજના હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM Ahmedabad) ખાતે લીડરશિપ કેસ સ્ટડીનો ભાગ બની ગઈ છે. આ સિવાય તેને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના (HARVARD BUSINESS SCHOOL) અભ્યાસક્રમમાં સામેલ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
ઉજાલા સૌથી મોટો બિન-સબસિડી વિનાનો સ્વદેશી પ્રોગ્રામ
કેન્દ્રીય ઉર્જા મંત્રાલય (Union Ministry of Energy) દ્વારા શરૂ કરવામાં આવેલી 'ઉજાલા' યોજના હેઠળ LED લાઇટના વિતરણ અને વેચાણને સાત વર્ષ પૂર્ણ થયા છે. ટૂંકા ગાળામાં, તે વિશ્વનો સૌથી મોટો બિન-સબસિડી વિનાનો સ્વદેશી લાઇટિંગ પ્રોગ્રામ બની ગયો છે.
2015માં ઉજાલા પ્રોગ્રામ કરાયો લોન્ચ
5 જાન્યુઆરી, 2015નાવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજાલા-બધા માટે સ્સતા LED દ્વારા ઉન્નત જ્યોતિને લોન્ચ કર્યું હતું. આ કાર્યક્રમ હવે વિશ્વનો સૌથી મોટો બિન-સબસિડી વિનાનો સ્વદેશી લાઇટિંગ પ્રોગ્રામ બની ગયો છે.
ઉજાલા પ્રોગ્રામ દ્વારા 36.78થી વધુ LED લાઇટનું વિતરણ કરાયું
કેન્દ્રીય ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'ઉજાલા' યોજના દ્વારા અત્યાર સુધીમાં દેશભરમાં 36.78થી વધુ LED લાઇટનું વિતરણ કરાયું છે. મંત્રાલયનું કહેવું છે કે, આ કાર્યક્રમથી લોકોનું જીવન બદલાયું છે.
ઉજાલા પ્રોગ્રામ હેઠળ LED બલ્બની 70-80 રૂપિયા જેટલી કિંમત ઘટી
કેન્દ્રીય ઉર્જા મંત્રાલય મુજબ, વર્ષ 2014માં Ujala યોજના LED બલ્બની છૂટક કિંમતમાં ઘટાડો કરવામાં સફળ રહી હતી. LED બલ્બની કિંમત 300-350 રૂપિયા પ્રતિ બલ્બથી ઘટીને 70-80 રૂપિયા પ્રતિ બલ્બ થઈ ગઈ છે. બધા માટે પોસાય અ રીતે ઉર્જા પૂરી પાડવા ઉપરાંત આ કાર્યક્રમને કારણે ઉર્જાની મોટી બચત પણ થઈ છે.
વાર્ષિક 47,778 મિલિયન kWh ઊર્જાની બચત થઈ
એક અંદાજ મુજબ, વર્તમાન સમય સુધી, વાર્ષિક 47,778 મિલિયન kWh ઊર્જાની બચત થઈ છે. આ સિવાય 9,565 મેગાવોટની મહત્તમ માંગમાં રાહત મળી હતી અને 3.86 કરોડ ટન CO2માં ઘટાડો થયો હતો.
ઉજાલાને તમામ રાજ્યોએ ખુશીથી સ્વીકારી
ઉજાલાને તમામ રાજ્યોએ ખુશીથી સ્વીકારી છે. તેની મદદથી ઘરોના વાર્ષિક વીજ બિલમાં ઘટાડો થયો છે. ઉપભોક્તા નાણાં બચાવવા, તેમના જીવનધોરણમાં સુધારો કરવા અને ભારતની આર્થિક પ્રગતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપવા સક્ષમ બન્યા છે.