નવી દિલ્હી: ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારે કહ્યું કે તેણે રેમડેક બ્રાન્ડ નામથી ભારતીય બજારમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી, દવા રેમડેસિવિયર રજૂ કરી છે. ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ શેર બજારને જણાવ્યું હતું કે રેમડેકની 100 મિલિગ્રામ બોટલની કિંમત 2800 રૂપિયા છે, જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિયરની સૌથી સસ્તી બ્રાન્ડ છે.
ઝાયડસ કેડિલાએ કહ્યું કે આ દવા તેના વિતરણ નેટવર્ક દ્વારા આખા દેશમાં ઉપલબ્ધ થશે. આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળશે.