ગુજરાત

gujarat

ETV Bharat / business

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો - કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાનમંડળે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે જણાવ્યું કે, કેન્દ્રીય પ્રધાનમંડળના 48 લાખ કર્મચારીઓ, 65 લાખ પેન્શનધારકોને મોંધવારી ભથ્થાના 4 ટકા વધારીને 21 ટકા કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, મોધવારી ભથ્થો વધારવાથી સરકાર પર 14595 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે.

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો

By

Published : Mar 13, 2020, 6:23 PM IST

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનધારકોને સરકારે મોટી ભેટ આપી છે. મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ રાજ્ય સભામાં લેખિત જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે જાણકારી આપી હતી કે, માર્ચ મહિનાની સેલેરી સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થું મળશે.

સરકારે 3 કરોડ ઈન્ડસ્ટ્રિયલ કર્મચારીના પગાર વધારવાનો ફોર્મ્યુલા બદલી નાખ્યો છે. હવે આ કર્મચારીનો પગાર 6 મહિના પર વધશે. આ માટે દર 6 મહિને Consumer price index (CPI)ના આંકડા લેવામાં આવશે. સરકારે આ સાથે જ નવા બેઝયર લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ આ ફોર્મ્યુલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA)ના કેલક્યુલેશનમાં લાગુ થશે. સરકારી કર્મચારીઓના DA એક્સપર્ટ હરીશંકર તિવારીએ જણાવ્યું કે, બેઝયર બદલવાથી DAનું કેલ્ક્યુરેશન નવી ઢબે થશે. આ પહેલા બેઝયર 2001 હતું અને હવે તેને વધારીને 2016 કરવાનો નિર્ણય લેવાયો છે.

મોંઘવારી ભથ્થું એક એવી રકમ છે જે દેશના સરકારી કર્મચારીઓના ખાણી-પીણી અને રહેણી-કરણીના સ્તરને સારૂં બનાવવા માટે અપાય છે. સમગ્ર દુનિયામાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને પાકિસ્તાન એવા દેશો છે, જ્યાં સરકારી કર્મચારીઓને આ ભથ્થું મળે છે. મોંઘવારી વધવા છતાં કર્મચારીઓની રહેણી-કરણીના સ્તરમાં પૈસાના કારણે સમસ્યા ન થાય તે માટે આ રકમ અપાય છે. આ રકમ સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ અને પેન્શનધારકોને મળે છે.

મોંઘવારી ભથ્થાના નિર્ણય ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 મંત્રાલયો (વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, કોમર્સ મંત્રાલય અને નાણા મંત્રાલય)ના જોઈન્ટ સેક્રેટરીને દરરોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોરોના પર અપડેટ કે જાણકારી આપવાના નિર્દેશ આપ્યા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details