ગુજરાત

gujarat

ETV Bharat / business

આગામી દિવસોમાં CNG અને PNGના ભાવ વધશે! - NATURAL GAS

નવી દિલ્હી: નેચરલ ગેસની કીંમતમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. ગેસ માટે પ્રાઈઝ કેપ 21 ટકા સુધી વધી ગઈ છે. આમ ગેસ ઉત્પાદન કરનારી કંપનીઓ જેવી કે ઓએનજીસી અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. પણ ઘર અને ફેકટરીઓમાં ઈંધણ(પીએનજી)નો ઉપયોગ કરનાર લોકોને ઝાટકો વાગશે. સીએનજીથી કાર ચલાવનારાઓ અને પીએનજી એટલે કે પાઈપલાઈન દ્વારા ગેસનો ઉપયોગ કરનારા માટે આ નિરાશ કરે તેવા સમાચાર છે, આગામી દિવસોમાં પીએનજી અને સીએનજીના ભાવ પણ વધશે.

ફાઇલ ફોટો

By

Published : Mar 30, 2019, 4:37 PM IST

દેશમાં ઉત્પાદન કરનાર નેચરલ ગેસની કીંમતનો નિર્ણય સરકાર દ્વારા એક નિર્ધારિત ફોર્મ્યુલા અનુસાર થાય છે. તે અનુસાર ઈન્ટરનેશનલ ટ્રેડિંગ હબથી છ મહિનાની સરેરાશ કીંમત લઈ શકાય છે અને વર્ષમાં બે વખત માર્ચ અને સપ્ટેમ્બરના કામકાજના આખરી દિવસોમાં તેની જાહેરાત કરાય છે.

શુક્રવાર મોડી રાત્રિ સુધી આ બાબતે કોઈ નિર્ણય લઈ શકાયો નથી. આ બાબતના જાણકારોના કહેવા મુજબ તેલ મંત્રાલયના અધિકારીઓ ચૂંટણી પંચની એનઓડી મેળવવાની રાહ જોઇ રહ્યા છે. ગેસની કીંમતો જાહેર કરવા માટે મંત્રલાયને ચૂંટણી પંચની મંજૂરી જોઈએ છે.

સુત્રોના કહેવા પ્રમાણે ફોર્મ્યુલાને આધારે એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ઘરેલું ગેસની કીમતમાં 3.69 ડૉલર પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ(એમએમબીટીયુ)નો વધારો થયો છે. તેમજ ડીફીકલ્ટ ફીલ્ડ્સમાં ગેસ માટે ઉત્પાદકો જે ચાર્જ લે છે, તેની કીમત 9.32 ડૉલર પ્રતિ એમએમબીટીયુ થઈ ગઈ છે. જે પહેલા 7.67 ડૉલર હતી. લિકવીફાઈડ નેચરલ ગેસની કીમત પાછલા મહીનામાં એશિયામાં ઘટી રહી છે અને તમામ ઓવરસપ્લાયને જોતા તેની કીમત અંદાજે 6.50 ડૉલર પ્રતિ એમએમબીટીયુ છે.

ફોર્મ્યુલા પ્રાઈઝની વાત કરીએ તો અમેરિકા, બ્રિટન, કેનેડા અને રશિયામાં ગેસ ટ્રેડિંગ હબની સરેરાશ કીમતોના આધાર પર નક્કી થાય છે. કીમતોની ગણતરી ગ્રોસ કૈલોરિફિક વેલ્યુના આધાર પર થાય છે. સરકારે 2014, નવેમ્બરમાં ઘરેલુ ગેસ માટે આ ફોર્મ્યુલા શરૂ કરી હતી. હાલમાં દેશમાં પીએનજી ઉપ્તાદન ખુબ ઓછુ થાય છે. પણ આવનારા વર્ષોમાં ઓએનજીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઓપરેટ કરનારા આવા ફીલ્ડમાં સૌથી વધુ ગેસ બનવાની ધારણા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details