બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અને પ્રાદેશિક ગ્રામીણ બેન્ક અધિનિયમ,1976 હેઠળ સ્થપાયેલી બેન્ક છે. આ જોડાણ સાથે દેના ગુજરાત ગ્રામીણ બેન્કના બદલે હવે નવી બેન્ક બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કની 488 શાખાઓ ગુજરાત રાજ્યના 22 જિલ્લાઓમાં રહેશે. જેમાં અમદાવાદ,અરવલ્લી,બનાસકાંઠા,ભરૂચ,છોટા ઉદેપુર,દાહોદ,ડાંગ,ગાંધીનગર,કચ્છ,ખેડા,મહીસાગર,મહેસાણા,નર્મદા,નડીયાદ,નવસારી,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત,તાપી,વલસાડ અને વડોદરા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
દેના ગુજરાત ગ્રામીણ બેન્ક હવે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તરીકે કાર્યરત થશે
ગાંધીનગર: નાણા મંત્રાલય દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ની અધિસુચના દ્વારા બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક અને દેના ગુજરાત ગ્રામીણ બેન્કના મર્જરને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત બેન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત નવી બેન્ક પહેલી એપ્રિલ, 2019થી બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક તરીકે ઓળખાશે, જેની હેડ ઓફીસ વડોદરા ખાતે રહેશે.
બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક
ગ્રાહક સેવાઓ નવી બેન્કની બધી શાખાઓ પર પહેલા દિવસથી સાતત્યપૂર્ણ અને અનાવરોધિત રહેશે.બેન્કમાંRTGS/NEFT,મોબાઇલ બેન્કિંગ, E-banking, IMPS, UPI,ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા જેવી તમામ સવલતો પણ ઉપલબ્ધ છે.