નવી દિલ્હી: ઇ-કૉમર્સ કંપનીઓને લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લેપટોપ અને રેફ્રિજરેટર્સ જેવી બિન-જરૂરી ચીજો સહિત તમામ પ્રકારના માલ વેચવાની મંજૂરી આપવામાં આવી છે.
લૉકડાઉન 3.0: ઇ-કૉમર્સ કંપનીઓને તમામ સામાન વેચવાની મંજૂરી, જાણો કોને મળશે લાભ કંપનીઓએ આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે લોકોને રાહત આપશે અને લાખો નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે.
જોકે આ છૂટ ફક્ત ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં આપવામાં આવી છે, રેડ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવી નથી. હવાઈ મુસાફરી, ટ્રેનો અને આંતર-રાજ્ય માર્ગ પરિવહન પર પ્રતિબંધ સાથે સરકારે લોકડાઉન 17 મે સુધી લંબાવી દીધું છે.
લૉકડાઉન 3.0: ઇ-કૉમર્સ કંપનીઓને તમામ સામાન વેચવાની મંજૂરી, જાણો કોને મળશે લાભ નવા નિયમો અંતર્ગત, રેડ ઝોનમાં ઇ-કૉમર્સ કંપનીઓ, સંક્રમણના વધુ કેસોવાળા ક્ષેત્રમાં, હજી પણ ફક્ત જરૂરી ચીજો જ સપ્લાય કરી શકે છે.