બજેટને લઈને સુરતના વિવર્સની સરકાર પાસે અનેક અપેક્ષાઓ - SUBSIDY
સુરત: લાંબા સમયથી વીવીંગ ઈન્ડસ્ટ્રિઝની આઈટીસી ક્રેડિટનો પ્રશ્ન ઉકેલાયો નથી. સાથે 650 કરોડ જેટલી ક્રેડિટ પણ હજુ સુધી રિલીઝ કરવામાં આવી નથી. જ્યારે કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે ફેડરેશન ઓફ વિવર્સ એસોસિએશન દ્વારા સરકાર પાસે અનેક અપેક્ષાઓ રાખવામાં આવી છે.
sur
સુરત સહિત ગુજરાત ભરમાં વીવિંગ ઇન્ડસ્ટ્રીની કુલ 650 કરોડ જેટલી ક્રેડિટ રીલીઝ કરી દેવાની માંગ કરવામાં આવી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં પણ GST બાદ આંદોલન કરવામાં આવ્યા હતા અને દિવસો સુધી માર્કેટો બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, હવે જયારે વેપારીઓ GST રિટર્ન પણ ભરી રહ્યા છે. તેવા સંજોગોમાં છેલ્લા 18 મહિનાથી વિવિંગ ઇન્ડસ્ટ્રીના 650 કરોડ અને પ્રોસેસર્સના 900 કરોડની ક્રેડિટ રિફંડ અટકી ગયું છે. જેના કારણે પણ કાપડ ઉદ્યોગની હાલત કફોડી બની છે.
- 4 સપ્ટેમ્બર 2018ના દિવસે ગુજરાત સરકારની જુની પોલિસી પુર્ણ થઈ અને તા.10મી જાન્યુઆરી 2019માં નવી પોલિસી જાહેર થઈ છે. આ સમયગાળા દરમિયાન ઘણાં ઉદ્યોગકારોએ કેપિટલ ખર્ચ કર્યો છે. જેમને કેપિટલ સબસિડી આપવી જોઈએ
- રાજ્ય સરકારની નવી ટેક્સટાઇલ પોલિસીમાં કેપિટલ સબસિડીનો વિકલ્પ આપ્યો નથી. વીજ સબસિડી પણ નવા એકમોને જ આપવામાં આવી છે. આ બંનેને એકબીજાના વિકલ્પ તરીકે આપવાની રજૂઆત કરાશે
- ટેક્સટાઇલ પરના GST સ્લેબમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે .
- ટફની સબસિડીની મર્યાદા 10 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવે.