તમને જણાવી દઇએ કે, 'માય નેમ ઇઝ રાગા' નામની ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે, જે 4 મિનિટથી વધારે છે. જેમાં રાહુલ ગાંધીના દાદી ઇન્દિરા ગાંધીની હત્યાથી લઇ રાહુલના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા સુધીના સીન દેખાડવામાં આવ્યાં છે. આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થશે.
મળતી માહિતી અનુસાર, આ ફિલ્મનું નિર્દેશન રુપેશ પૉલે કર્યું છે, જેમણે સેંટ ડ્રૈકુલા અને કામસૂત્ર 3D જેવી ફિલ્મો બનાવી છે. ટીઝરમાં ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહના પાત્રો દેખાડવામાં આવ્યાં છે.
આ અંગે રુપેશ પૉલનું કહેવું છે, "મારી ફિલ્મ રાહુલ ગાંધીના બાળપણથી શરુ થાય છે અને આજના સમયમાં રાહુલના પૉલિટિકલ વિવાદો સુધીની છે. રાહુલની જીંદગીના મહત્વના પાંસાઓ જેવા કે વિદ્યાર્થીના રુપમાં રાહુલની જિંદગી અને કોંગ્રેસના અધ્યક્ષ બન્યા સુધીની સફર દેખાડવામાં આવી છે."
રુપેશે વધુમાં જણાવ્યું કે, "ફિલ્મનો ધ્યેય રાહુલનું વખાણ કરાવવાનો નથી, પરંતુ એક એવા વ્યક્તિ વિશે કહેવાનું છે, જેના પર ચારેબાજુથી હુમલાઓ થાય છે. કોઇપણ વ્યક્તિને નિડરતાથી પડકારોનો સામનો કરવો પડતો હોય છે. આ ફિલ્મથી પોતાને રિલેટ કરી શકે છે. ફિલ્મને બાયોપિકની જેમ ન જોઇ શકાય. એવો વ્યક્તિ જેણે મુશ્કેલીનો સમાનો કરીને પોતાને આગળ વધાર્યો છે, આ ફિલ્મથી રિલેટ કરી શકે છે."
તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદીની બાયૉપિક પણ બની રહી છે, જેમાં વિવેક ઓબેરૉય નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લા ઘણાં દિવસોથી રિલીઝ થયેલી "ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર" ઘણી વિવાદોમાં રહી હતી. તે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય જીવન પર હતી.