ગુજરાત

gujarat

ETV Bharat / briefs

જાજરમાન જામનગરની જનતાનો જનાદેશ...પૂનમ માડમની ભવ્ય જીત - jamngar

જામનગરઃ લોકસભા સામાન્ય ચૂંટણી 2019 અંતર્ગત 12 જામનગર સાંસદિય મતવિસ્તાર માટે તારીખ 23 એપ્રિલ 2019ના રોજ મતદાન થયેલ હતું. જેની મતગણતરી આજ રોજ શહેરની ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બી.બી.એ, એમ.બી.એ કોલેજ ઈન્દ્રીરા માર્ગ જામનગર ખાતે સવારે આઠ વાગ્યેથી શરૂ થઈ હતી. તમામ 26 રાઉન્ડના અંતે સાંસદ પૂનમ માડમની ભવ્ય જીત થઈ છે અને કોંગ્રેસના મુળુ કંડોરીયાનો કારમો પરાજય થયો છે.

સ્પોટ ફોટો

By

Published : May 23, 2019, 7:43 PM IST

જામનગર લોકસભા બેઠક પહેલેથી ચર્ચામાં રહી છે. અહીં યુવાનેતા હાર્દિક પટેલ પહેલા ચૂંટણી લડવાના હતા. જો કે કોર્ટમાંથી મંજુરી ન મળતા તેઓએ ચૂંટણી લડવાનું ટાળ્યું હતું. બાદમાં કોંગ્રેસને ઉધોગપતિ અને આહિર સમાજના અગ્રણી મુળુભાઈ કંડોરીયાને સાંસદ પુનમ માડમ સામે મેદાનમાં ઉતાર્યા હતા. જો કે મુળુભાઈનો પરાજય થયો છે. જામનગર સંસદિય મતવિસ્તારમાં કુલ 16 લાખ જેટલા મતદારો હતો. જેમાંથી 10લાખ જેટલા લોકોએ મતદાન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details