બિહાર: પયગંબર મોહમ્મદ પર ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માના કથિત વિવાદાસ્પદ નિવેદનના (Nupur Sharma Controversial Statement) દોઢ મહિના પછી પણ મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજો મામલો સીતામઢી જિલ્લાના નાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બહેરા ઝાહિદપુર ગામનો છે. જ્યાં એક યુવકને (Nupur Sharma Supporters Attacked In Sitamarhi) કેટલાક યુવાનોએ એટલા માટે માર માર્યો હતો કારણ કે તે પોતાના મોબાઈલમાં નૂપુર શર્માનું સ્ટેટસ જોઈ રહ્યો હતો. આ ઘટનામાં અંકિત ગંભીર રીતે ઊજાગ્રસ્ત થયો હતો, જેને સારવાર માટે દરભંગાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો:નૂપુર શર્માને ધમકી આપનાર સલમાન ચિશ્તીની અજમેર પોલીસે કરી ધરપકડ
ઉદયપુર જેવી ઘટનાબિહારમાં બની : હોસ્પિટલમાં દાખલ યુવક અંકિતે મીડિયાને જણાવ્યું હતું કે, શનિવારે ગામથી દૂર નાનપુરમાં પાનની દુકાન પર ઊભો રહીને તે પોતાના મોબાઈલ ફોનમાં નુપુર શર્માનો વીડિયો સ્ટેટસ જોઈ રહ્યો હતો. ત્યારે નજીકમાં ઉભેલા ત્રણ યુવકો, જેઓ સિગારેટ પી રહ્યા હતા, તેમણે વચ્ચે પડીને પૂછ્યું, શું તમે નુપુર શર્માના સમર્થક છો? અંકિતનું કહેવું છે કે, જ્યારે તેણે તેને કહ્યું કે, તમારે આ સાથે શું કરવું છે, ત્યારે તેણે મોં પર સિગારેટનો ધુમાડો ફેંકીને માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેઓએ છરી કાઢી અંકિત પર 5 થી 6 વાર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
"હું મારા મોબાઈલ પર નૂપુર શર્માનું સ્ટેટસ જોઈ રહ્યો હતો, જ્યારે કેટલાક લોકો ત્યાં આવ્યા અને પૂછ્યું કે તમે શું જોઈ રહ્યા છો, તો મેં કહ્યું કે તમારો મતલબ છે, તે લોકો કહેવા લાગ્યા કે, અમે કોના સમર્થક છીએ, તેના પર અમે કહ્યું કે, અમે હિંદુ છીએ તો નુપુર શર્માને સમર્થન કરશું. પછી આ બાબતે ઝઘડો શરૂ થયો હતો. પછી તેઓએ મને પાછળથી ધક્કો માર્યો હતો. ત્યારપછી બે જણ ભાગી ગયા, અમે એકને પકડી રાખ્યો, પછી ત્યાંથી 20-30 લોકો આવ્યા અને તેને લઈ ગયા" - અંકિત ઝા, ઈજાગ્રસ્ત યુવક