ઉદયપુર:રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ગોગુંડા પોલીસ સ્ટેશન (Gogunda police station area of Udaipur district) વિસ્તારમાં શુક્રવારે એક યુવક અને યુવતીનો મૃતદેહ (naked deadbody found in forest) જંગલમાં નગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો.ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ (Local police and senior officials) પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા એફએસએલની ટીમને (FSL team) સ્થળ પર બોલાવવામાં આવી છે. હાલ બંનેની લાશ જોયા બાદ હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જંગલમાંથી નગ્ન અવસ્થામાં યુવક-યુવતીનો મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા
રાજસ્થાનના ઉદેપુરના ઉબેશ્ર્વરજી મહાદેવના જંગલમાંથી એક યુવક અને યુવતીના મૃતદેહ નગ્ન અવસ્થામાં (naked deadbody found in forest) મળી આવતાં જ એફએસએલ (FSL team) અને ડોગ સ્કવોડની ટીમે ઘટના સ્થળે પહોંચી ઘટનાની સમીક્ષા કરીને તપાસ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક પત્ની પર તેના જ પતિના ગુપ્તાંગ કાપવાનો આરોપ લાગ્યો હતો.
યુવકના ગુપ્તાંગ કપાયેલ હોવાનું આવ્યું સામે: પોલીસના જણાવ્યા અનુસાર ગોગુંડા વિસ્તારમાં ઉભેશ્વરજી મહાદેવના જંગલોમાં બંનેના મૃતદેહ નગ્ન અવસ્થામાં મળી આવ્યા હતા. યુવકના ગુપ્તાંગ પણ કપાયેલા મળી આવ્યા છે. હાલ મૃતદેહની ઓળખ થઈ શકી નથી.એફએસએલની ટીમ અને ડોગ સ્કવોડની સાથે ગોગુંડા અને નાઇ પોલીસ સ્ટેશનની ટીમો પણ સ્થળ પર હાજર છે.
આ સમગ્ર મામલાને લઈને ઉદયપુરના એસપી વિકાસ શર્માએ કહ્યું કે પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નથી. મૃતદેહને જોતા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઘટના એક-બે દિવસ જૂની છે.જણાવી દઈએ કે આ મૃતદેહ ઉભેશ્વરજી મહાદેવના જંગલોમાંથી મળી આવ્યો છે. શું છે સમગ્ર મામલો, પોલીસ તેની તપાસ કરી રહી છે. આ હત્યા છે કે અન્ય કંઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ આ મામલે તપાસ કરી રહી છે.