ગુજરાત

gujarat

ETV Bharat / bharat

થડોદ ગામે વર્ષો જુનું વટ વૃક્ષ, 3 હેક્ટરમાં ફેલાયું ઘટાદાર વૃક્ષ

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના મુખ્યાલયથી લગભગ 15 કિલોમીટર દૂર મહો-નીમચ હાઇવે પર સ્થિત થડોદ ગામે વર્ષો જુનું એક વટ વૃક્ષ છે. આ વૃક્ષ જમીન પર લગભગ 12 વિઘા એટલે કે 3 હેક્ટર માં ફેલાયેલું છે.

3 હેક્ટરમાં ફેલાયું ઘટાદાર વૃક્ષ
3 હેક્ટરમાં ફેલાયું ઘટાદાર વૃક્ષ

By

Published : Jun 30, 2021, 6:04 AM IST

  • વૃક્ષની નીચે હજરાજ ગાલિબ શાહ બાબાની દરગાહ
  • જાયરીન બાબાની પૂજા કરવા જિલ્લાભરમાંથી હજારો લોકો પહોંચે
  • 10 વર્ષ પહેલા વન વિભાગના અધિકારીઓના હાથમાં હતી જવાબદારી

મંદસૌરઃ જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 કિલોમીટર દૂર મહો-નીમચ હાઇવે પર સ્થિત થડોદ ગામે વર્ષો જુનું એક વટ વૃક્ષ છે. આ વૃક્ષ જમીન પર લગભગ 12 વિઘા એટલે કે 3 હેક્ટર માં ફેલાયેલું છે. આ વટ વૃક્ષ કેટલું જૂનું છે તે વિશે આ વિસ્તારમાંથી કોઈ પણ સચોટ માહિતી આપી શકશે નહીં.

3 હેક્ટરમાં ફેલાયું ઘટાદાર વૃક્ષ

વૃક્ષની નીચે હજરાજ ગાલિબ શાહ બાબાની દરગાહ

હવે આ વટ વૃક્ષ જૂનું થઈ રહ્યું છે, વૃક્ષની ઉંમરને કારણે તેની થડ અને મૂળ નબળા પડવા લાગ્યા છે. તેથી મૂળે પોતાનું સ્થાન છોડવાનું શરૂ કરી દીધું છે.

આ સિવાય આ વૃક્ષની સૌથી ખાસ વાત એ છે કે, વૃક્ષની નીચે હજરાજ ગાલિબ શાહ બાબાની દરગાહ પણ છે.

આ પણ વાંચો:એન્જિનિયરિંગનો ચમત્કાર: એક ટાપુને ભારતની ભૂમિ સાથે જોડતો પુલ એટલે 'પેમ્બન બ્રિજ'

જાયરીન બાબાની પૂજા કરવા જિલ્લાભરમાંથી હજારો લોકો પહોંચે

એક વૃક્ષ જેની નીચે દરગાહ છે અને તેની પૂજા હિન્દુ ધર્મમાં પણ માન્યતા છે, તો તેનું મહત્વ અનેકગણું વધે છે. થડોદ ગામમાં આવેલા આ વૃક્ષ નીચે જાયરીન બાબાની પૂજા કરવા જિલ્લાભરમાંથી હજારો લોકો અહીં પહોંચે છે.

10 વર્ષ પહેલા વન વિભાગના અધિકારીઓના હાથમાં હતી જવાબદારી

આ વૃક્ષની જાળવણી વિશે એવા સમાચાર છે કે, 10 વર્ષ પહેલા તેની જવાબદારી વન વિભાગના અધિકારીઓના હાથમાં હતી, પરંતુ હવે તેઓ પણ આ તરફ ધ્યાન આપતા નથી.

જિલ્લા કલેક્ટર મનોજ પુષ્પે લીધી ગામની મુલાકાત

ગ્રામજનોના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ જિલ્લા કલેક્ટર મનોજ પુષ્પ ગામના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન કલેકટર પણ વટના વૃક્ષને જોવા આવ્યા હતા. જે બાદ કલેકટર પુષ્પાએ નિષ્ણાતોની ટીમને બોલાવવા અને વૃક્ષની સુરક્ષા માટે યોજના કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો:ભોપાલના ડોક્ટરે આ રીતે જાળવ્યો પોતાનો શોખ, આટલું કલેક્શન કર્યું એકઠું

વૃક્ષનો પ્રચીન વારસો નાશ થવાની સ્થિતિમાં

થડોદ ગામના ગ્રામજનો જણાવે છે કે, વૃક્ષની ચારે તરફ માટીના પેલ્સ બનાવવામાં આવી રહ્યા છે જેથી વૃક્ષને મહત્તમ પાણી મળી શકે. આ એક પ્રાચીન વારસો છે, જે તેને બચાવવાનું આપણા બધાની ફરજ છે અને જો આ વૃક્ષની સ્થિતિ આવી જ રહી તો જોત-જોતામાં આ પ્રાચીન વારસો નાશ પામશે.

ABOUT THE AUTHOR

...view details