ડોમિનિકા : ભારતના પ્રતિભાશાળી યુવા સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલે પોતાની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં જયસ્વાલે જોરદાર પ્રદર્શન કર્યું હતું. યશસ્વીએ IPL 2023 માં માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી હતી. યશસ્વીએ અત્યાર સુધી આ મેચમાં ખૂબ જ સુજબુજ સાથે બેટિંગ કરી છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં જયસ્વાલે 350 બોલમાં 143 રન બનાવ્યા છે. જયસ્વાલે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારીને બીજા પણ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.
- ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17 મો ભારતીય બેટ્સમેન
21 વર્ષીય યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર 17 મો ભારતીય બેટ્સમેન બની ગયો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને તે લાલા અમરનાથ, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, શિખર ધવન અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.
- ભારતની બહાર ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર
વેસ્ટ ઈન્ડિઝ સામે 143 રન બનાવ્યા બાદ યશસ્વી જયસ્વાલ ભારતની બહાર ડેબ્યૂમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર બની ગયો છે. જે પોતાનામાં એક મહાન રેકોર્ડ છે. સુનીલ ગાવસ્કર અને વિરેન્દ્ર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ડેબ્યૂ સદી કરી શક્યા ન હતા.
- વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડોમિનિકા ટેસ્ટમાં સદી ફટકારી યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ડેબ્યૂમાં સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે.
- ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ભારતીય ઓપનર બેટ્સમેન