ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WPL 1: સ્ટેડિયમનું નામ લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રખાયું, જે આઝાદી પહેલા બનાવાયું હતું - લોર્ડ બ્રેબોર્ન

WPLની પ્રથમ સિઝન આવી રહી છે જે 4 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સીઝનમાં 22 મેચો રમાશે. જે બધી મેચો ડીવાય પાટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈમાં રમાશે.

WPL 1: સ્ટેડિયમનું નામ લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રખાયું, જે આઝાદી પહેલા બનાવાયું હતું
WPL 1: સ્ટેડિયમનું નામ લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રખાયું, જે આઝાદી પહેલા બનાવાયું હતું

By

Published : Feb 24, 2023, 4:32 PM IST

નવી દિલ્હીઃWPLની પ્રથમ સિઝનમાં પાંચ ટીમો વચ્ચે 22 મેચ રમાશે. 23 દિવસ ચાલનારી WPLની 22 માંથી 11 મેચો મુંબઈના બ્રેબ્રોન સ્ટેડિયમમાં રમાશે. બ્રેબોર્નમાં પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. ચાલો જાણીએ કે બ્રેબોર્ન સ્ટેડિયમની પિચ કેવી છે અને તેમાં કેટલા દર્શકો મેચ જોઈ શકે છે.

આ પણ વાંચો:On this day in 2010 : તેંડુલકરે આ દિવસે રચ્યો હતો ઇતિહાસ, જાણો 24 ફેબ્રુઆરી 2010ના રોજ શું થયું હતું

બ્રેબોર્ન સ્ટેડિયમની ખાસિયત: બ્રેબોર્ન સ્ટેડિયમ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) હેઠળ છે. આ સ્ટેડિયમમાં 20000 દર્શકો એકસાથે બેસીને મેચ જોઈ શકશે. અહીંની પીચ લાલ માટીની બનેલી છે. તેના પર બેટિંગ અને બોલિંગ કરવી સરળ છે. બ્રેબોર્ન સ્ટેડિયમ મુંબઈમાં દરિયા કિનારે આવેલું છે. તેથી જ WPL મેચો દરમિયાન અહીં ગરમી અને ભારે ભેજ જોવા મળે છે. રાત્રે પણ અહીં ઝાકળ પડે છે. બ્રેબોર્નની બાઉન્ડ્રી ટૂંકી છે અને આઉટફિલ્ડ ઝડપી છે.

બ્રેબોર્ન સ્ટેડિયમમાં T20 મેચ રમાઈ: મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં એક T20 મેચ રમાઈ છે. આ મેચ 20 ઓક્ટોબર 2007ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ભારતે આ T20મેચ સાત વિકેટે જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ આ મેદાન પર પાંચ વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના 167 રનના લક્ષ્યાંકને 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને પૂરો કરી લીધો હતો.

આ પણ વાંચો:Umesh Yadav Father death : ઉમેશ યાદવના પિતાનું 74 વર્ષની ઉંમરે થયું નિધન

સ્ટેડિયમનું નામ ગવર્નર લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રાખવામાં આવ્યું છે: બ્રેબોર્ન સ્ટેડિયમનું નામ બોમ્બેના ભૂતપૂર્વ ગવર્નર લોર્ડ બ્રેબોર્નના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ 7 ડિસેમ્બર 1937ના રોજ પૂર્ણ થયું હતું. અહીં પ્રથમ મેચ CCI અને લોર્ડ ટેનીસનની ટીમ વચ્ચે રમાઈ હતી. બ્રેબોર્ન બે વર્ષ સુધી બંગાળના ગવર્નર પણ હતા. બ્રેબોર્ન મેદાનમાં પ્રથમ વખત WPL જેવી મોટી ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેદાન પર WPLની ફાઇનલ મેચ રમાશે.

ABOUT THE AUTHOR

...view details