ગુજરાત

gujarat

ETV Bharat / bharat

World Humanitarian Day: લોકોના મનમાં માનવતા ઉભી કરવા માટે મનાવવામાં આવે છે આ દિવસ

દુનિયામાં લોકોના મનમાં માનવતા ઉત્પન્ન કરવા માટે દર વર્ષે 19 ઓગસ્ટે માનવતા દિવસ મનાવવામાં આવે છે.

manvta
World Humanitarian Day: લોકોના મનમાં માનવતા ઉભી કરવા માટે મનાવવામાં આવે છે આ દિવસ

By

Published : Aug 19, 2021, 2:16 PM IST

  • આજે World Humanitarian Day
  • લોકોના મનમાં માનવતા ઉભી કરવા માટે મનાવવામાં આવે છે આ દિવસ
  • આ વર્ષની થીમ The Human Race

ન્યુઝ ડેસ્ક: હાલના સમયમાં લોકો જેટલો વિકાસ કરી રહ્યા છે એટલો જ તેમના મનમાંથી લોકો પ્રત્યે માનવતાની લાગણી ઓછી થતી જઈ રહી છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે અજાણ્યાની તો શું લોકો પોતાના સગાની મદદ કરતા પણ 2 વાર વિચારે છે. એવામાં લોકોના મનમાં માનવતાની ભાવના ઉત્પન્ન કરવા માટે વિશ્વભરમાં 19 ઓગસ્ટે વિશ્વ માનવતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને 2008માં સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ માનવતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો.

ઈતિહાસ

જ્યારે 19 ઓગસ્ટ 2003માં બગદાદમાં સંયુક્ત રાષ્ટ્રના હેડક્વોર્ટમાં આંતકી હુમલામાં 22 લોકોના મૃત્યું થયા હતા ત્યારે તેમાં સમાજ સેવક સર્જિયો વિએરા ડી મેલો પણ સામેલ હતા, જે માનવતા માટે કાર્ય કરતા હતા. વિશ્વ માનવતા દિવસ તે તેવા તમામ લોકોને શ્રદ્ધાજંલી છે જેઓએ તેમના જીવન માનવાત માટે સમર્પિંત કર્યા છે.

આ પણ વાંચો :NIA પશ્ચિમ યુપી સહિત લખનઉ, કાનપુરમાં અલ-કાયદાના આતંકવાદીઓની કરી રહી છે તપાસ

આ વર્ષની થીમ

સંયુક્ત રાષ્ટ્ર દરવર્ષે વિશ્વ માનવતા દિવસ પર એક થીમ નક્કી કરે છે. આ વર્ષની થીમ ‘The Human Race’ નક્કી કરવામાં આવી છે. આ થીમ ગંભીર જલવાયુ સંકટ પર કેન્દ્રીત છે, જેણે દુનિયાભરના કેટલાય દેશોને પ્રભાવિત કર્યા છે.

આ પણ વાંચો : તાલિબાને ભારત સાથે વેપાર પર લગાવ્યો પ્રતિબંધ, ડ્રાયફ્રૂટ્સ મોંઘા થવાની શક્યતા

તમે પણ થઈ શકો છો સામેલ

વિશ્વ માનવતા દિવસના ઉદ્દેશને પૂરો કરવા માટે અને આ વર્ષની થીમ પર કામ કરવા માટે જો તમે કંઈ કરવા માગો છો તો તમે હેશટેગ ‘#TheHumanRace’ અને ‘#WorldHumanitarianDay’નો ઉપયોગ કરીને સોશ્યલ મીડિયા પર પ્રચાર કરી શકો છો.

ABOUT THE AUTHOR

...view details