ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Womens Reservation Bill : મહિલાઓ માટે 33 ટકા અનામત સાથે નારીશક્તિ વંદન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, બુધવારે થશે ચર્ચા - મહિલા અનામત બિલ

સંસદના પાંચ દિવસના સત્રની વચ્ચે સરકારે આજે નવા ગૃહમાં 'નારીશક્તિ વંદન બિલ' એટલે કે મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 9:11 PM IST

નવી દિલ્હી : સરકારે મંગળવારે સંસદના નીચલા ગૃહ, રાજ્ય વિધાનસભાઓ અને દિલ્હી વિધાનસભામાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવા સંબંધિત ઐતિહાસિક 'નારીશક્તિ વંદન બિલ' લોકસભામાં રજૂ કર્યું હતું. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુનરામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે 'બંધારણ (128મો સુધારો) બિલ, 2023' રજૂ કર્યું. નવા સંસદ ભવનમાં રજૂ થનારું આ પહેલું બિલ છે. બિલ રજૂ કરતી વખતે મેઘવાલે કહ્યું કે, આ બિલ મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત બિલ છે અને તે કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની વર્તમાન સંખ્યા 82થી વધીને 181 થઈ જશે.

બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું : બિલ પાસ થયા બાદ વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે. મેઘવાલે કહ્યું કે, હાલમાં બિલમાં 15 વર્ષ માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે અને તેને લંબાવવાનો અધિકાર સંસદને રહેશે. મેઘવાલે 2010માં રાજ્યસભામાં પસાર થયા બાદ લોકસભામાં મહિલા આરક્ષણ બિલ પસાર ન કરાવવામાં તત્કાલીન મનમોહન સિંહ સરકારના ઈરાદા પર શંકા વ્યક્ત કરી હતી. રાજ્યસભામાં પાસ થવા છતાં મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થઈ શક્યું નથી, આ તત્કાલીન મનમોહન સિંહ સરકારની નિષ્ફળતા દર્શાવે છે.

બુધવારે વધું ચર્ચા કરવામાં આવશે : આ દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, આ બિલ પર બુધવારે ચર્ચા થશે. આ પહેલા, લોકસભાને સંબોધિત કરતી વખતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેમની સરકાર 'નારીશક્તિ વંદન બિલ', જે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા અનામતની જોગવાઈ કરે છે, તેને કાયદો બનાવવા માટે કટિબદ્ધ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "નારી શક્તિ વંદન કાયદા દ્વારા આપણું લોકતંત્ર વધુ મજબૂત બનશે. હું નારી શક્તિ વંદન કાયદા માટે દેશની માતાઓ, બહેનો અને પુત્રીઓને અભિનંદન આપું છું."

  1. AAP On Women Reservation Bill : AAPએ સંસદમાં રજૂ કરેલા મહિલા અનામત બિલ સામે ઉઠાવ્યો વાંધો, બિલને 'મહિલા બેવકૂફ બનાવો બિલ' ગણાવ્યું
  2. Women Reservation Bill : સંસદમાં મહિલા અનામત બિલની શરુઆતથી અંત સુધીની સફર, જુઓ આ અહેવાલમાં...

ABOUT THE AUTHOR

...view details