રાજસ્થાન:જિલ્લાના આબુરોડમાં, રવિવારે રાત્રે લગભગ 8.20 મિનિટે, એક મહિલાએ આગ્રા ફોર્ટ ટ્રેનમાં (Agra Fort Train) બાળકને જન્મ આપ્યો (woman gave birth to son in train in Sirohi) હતો. મળતી માહિતી મુજબ, ગુલ્ફશા બાનો તેના 7 સભ્યોના પરિવાર સાથે તેની ભાભીના લગ્નમાં હાજરી આપવા માટે આગ્રા ફોર્ટ ટ્રેનની S1માં અમદાવાદથી ભરતપુર જઈ રહી હતી.
આગ્રા ફોર્ટ ટ્રેનમાં મહિલાએ બાળકને આપ્યો જન્મ, માતા અને બાળક સલામત
સિરોહી જિલ્લાના આબુરોડમાં, રવિવારે રાત્રે લગભગ 8.20 મિનિટે, એક મહિલાએ આગ્રા ફોર્ટ ટ્રેનમાં (Agra Fort Train)બાળકને જન્મ આપ્યો(woman gave birth to son in train in Sirohi) હતો. મળતી માહિતી મુજબ, ગુલ્ફશા બાનો તેના 7 સભ્યોના પરિવાર સાથે તેની ભાભીના લગ્નમાં હાજરી આપવા માટે આગ્રા ફોર્ટ ટ્રેનની S1માં અમદાવાદથી ભરતપુર જઈ રહી હતી.
મહિલાઓની મદદથી સુરક્ષિત ડિલિવરી કરાવી: મહિલા ગર્ભવતી હતી અને આબુ રોડ પહેલા પ્રસૂતિની પીડા થઈ હતી, ત્યારબાદ ટ્રેનના TTE ઘટનાસ્થળે પહોંચ્યા અને આબુ રોડ આરપીએફને આ માહિતી આપી હતી. RPFએ રેલ્વે હોસ્પિટલમાં હાજર તબીબોને મહિલાના લેબર પેઈન વિશે જાણકારી આપી હતી. રેલવે હોસ્પિટલના ડૉક્ટર અમૃતા ચરણ આબુ રોડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ એક પર પહોંચ્યા અને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી કે તરત જ ડોક્ટરોની ટીમ ટ્રેનમાં ચડી ગઈ અને અન્ય મહિલાઓની મદદથી સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. લેડી ગલ્ફશા બાનોએ પુત્રને જન્મ આપ્યો. પુત્રને જન્મ આપ્યા બાદ પરિવારના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ મહિલાનું બીજું બાળક છે. માતા અને બાળક સલામત હોવાથી ટ્રેનને રવાના કરવામાં આવી હતી.