ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Amritpal Singh Video : અમૃતપાલ સિંહનો નવો વીડિયો સામે આવ્યો, કહ્યું ટૂંક સમયમાં દુનિયાની સામે આવશે - અમૃતપાલ સિંહનો નવો વીડિયો

'વારિસ પંજાબ દે' ચીફ અને ખાલિસ્તાન તરફી નેતા અમૃતપાલ સિંહ એક નવા વીડિયોમાં દેખાયા છે. તેણે કહ્યું કે તે 'ભાગેડુ' નથી અને ટૂંક સમયમાં 'દુનિયા સમક્ષ' આવશે. આ નવો વીડિયો બુધવારે સામે આવ્યો છે.

Amritpal Singh Video : અમૃતપાલ સિંહનો નવો વીડિયો સામે આવ્યો, કહ્યું ટૂંક સમયમાં દુનિયાની સામે આવશે
Amritpal Singh Video : અમૃતપાલ સિંહનો નવો વીડિયો સામે આવ્યો, કહ્યું ટૂંક સમયમાં દુનિયાની સામે આવશે

By

Published : Mar 31, 2023, 9:25 AM IST

ચંડીગઢ :કટ્ટરપંથી અમૃતપાલ સિંહે ગુરુવારે એક નવો વીડિયો જાહેર કર્યો જેમાં તેણે કહ્યું કે, તે ભાગેડુ નથી અને ટૂંક સમયમાં જ દુનિયાની સામે આવશે. એક દિવસ પહેલા સિંહે પંજાબ પોલીસને તેમની ધરપકડ કરવાનો પડકાર ફેંક્યો હતો. સિંઘનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર તેની એક ઓડિયો ક્લિપ સામે આવ્યાના કલાકો બાદ આવ્યો છે. ઓડિયો ક્લિપમાં તેણે એવી અટકળોને નકારી કાઢી હતી કે તે આત્મસમર્પણ માટે વાતચીત કરી રહ્યો હતો.

અમૃતપાલ સિંહનો એક નવો વીડિયો સામે આવ્યો : વીડિયોમાં અમૃતપાલ સિંહે પંજાબીમાં કહ્યું કે, જે લોકોને લાગે છે કે, હું ભાગેડુ છું અને મારા સાથીઓને છોડી દીધા છે તેઓ આ ભ્રમમાં ન રહે. હું મૃત્યુથી ડરતો નથી. અને ટૂંક સમયમાં હું દુનિયાની સામે દેખાઈશ અને 'સંગત'ની વચ્ચે પણ આવીશ. નોંધનીય છે કે, અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓએ ધરપકડ કરાયેલ વ્યક્તિને મુક્ત કરવાની માગણી સાથે અમૃતસર નજીકના અજનલા પોલીસ સ્ટેશન પર દરોડો પાડ્યો હતો.

આ પણ વાંચો :Amritpal Singh Audio: વીડિયો બાદ હવે અમૃતપાલ સિંહનો ઓડિયો વાયરલ

અમૃતપાલ સિંહે 18 માર્ચે જલંધરથી ભાગ્યો હતો : ત્યારથી અમૃતપાલ ફરાર છે. તે 18 માર્ચે જલંધર જિલ્લામાંથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે, સરકારે જે કરવું હોય તે કરવું જોઈએ અને તે ડરવાનa નથી. તેણે કહ્યું કે, હું ધરપકડથી ડરતો નથી. તેમજ મેં ધરપકડ માટે કોઈ શરત મૂકી નથી. અમૃતપાલે શ્રી અકાલ તખ્ત સાહિબને અપીલ કરતા કહ્યું કે, ઘરે-ઘરે શીખ ધર્મનો પ્રચાર કરવાથી કોઈ ફરક નહીં પડે. તમારે સરકાર સાથે લડવું પડશે. જો તમારે સરકાર સામે ઝુકવું હોય તો તે તમારી પસંદગી છે.

આ પણ વાંચો :Amritpal video: અમૃતપાલે જાહેર કરેલા વીડિયો અંગે મોટો ખુલાસો, પોલીસ એક્શનમાં

હજુ સુધી પોલીસ અમૃતપાલ સિંહેની ધરપકડ કરી શકી નથી : તેમણે કહ્યું કે, આજે પંજાબના યુવાનો પર કોઈપણ ગંભીર આરોપો વિના કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામાન્ય શીખોને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ સિવાય અમૃતપાલે વીડિયોમાં વારંવાર પુનરોચ્ચાર કર્યો હતો કે, તે મુક્ત છે અને હજુ સુધી પોલીસ તેની ધરપકડ કરી શકી નથી.

ABOUT THE AUTHOR

...view details