- બંગાળમાં વ્હિલચેર સરકાર નહીં ચાલે
- ભાજપના નેતાનો બંગાળના મુખ્યપ્રધાન પર પ્રહાર
- લોકો હવે દીદીનો ચહેરો જોવા નથી માંગતા
પુરુલીયા:પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહાર કરતાં ભાજપના નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતું કે રાજ્યમાં વ્હીલચેર વાળી સરકાર ચાલશે નહીં. તેણે પુરુલિયામાં એક રેલીમાં નિવેદન આપ્યું હતું કે પહેલાં તેમણે કહ્યું હતું કે દીદીને કહો અને હવે તે કહી રહ્યાં છે કે દીદીને ધક્કો મારો. હવે તેમના કહ્યા પ્રમાણે હવે આપણે દીદીને ધક્કો મારવાનો છે. હવે અમે વ્હિલચેર સરકાર જોઇ રહ્યાં છીએ. આ વ્હિલચેર સરકાર ચાલશે નહીં. આપણે પરિવર્તન જોઇએ છીએ. ભાજપના નેતાનું આ નિવેદન બંગાળના મુખ્યપ્રધાન જ્યારે વ્હિલચેર સાથે સભા સંબોધી રહ્યાં છે ત્યારે આવ્યું છે. મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે નંદિગ્રામમાં તેમના પર આ હુમલો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો:પશ્ચિમ બંગાળમાં સત્તા જાળવવી કઠિન પરંતુ તેમને જીતથી રાષ્ટ્રીય ભૂમિકા મળી શકે
લોકો દીદીનો ચહેરો જોવા નથી માંગતા